- લીંબડી અને પાણશિણા હાઇવે પરથી બાઇક ઉઠાંતરી
- પાણશિણા હાઇવે હોટલમાં ગલ્લા પાછળ પાર્ક કરેલા બે બાઈકો ઉઠાંતરી કરી
- બાઈક કોઈ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી લઇ ગયાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાઇ છે
લીંબડી : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર વાહન તસ્કર ટોળકી સક્રિય બનતા લોકોમાં ફ્ફ્ડાટ ફેલાયો. લીંબડી મફ્તીયાપરા ઘર બહાર અને પાણશિણા હાઇવે હોટલમાં ગલ્લા પાછળ પાર્ક કરેલા બે બાઈકો ઉઠાંતરી કરી ગયાની ઘટનાની ફરિયાદ નોંધાવાઈ છે.
લીંબડી શહેરમાં પારસનગર મફ્તીયાપરા વિસ્તારમાં રહેતા વિપુલ વિનોદભાઈ શ્રાીમાળીએ તેમનું ય્ત્ન- 13-ઈમ્-8552 નંબરનું બાઇક તેમના મિત્ર દેવકરણ ખોડાભાઇ સભાડને વાપરવા આપ્યું હતું. એમણે ઘર પાસે પાર્ક કર્યું હતું. તે બાઈક કોઈ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી લઇ ગયાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાઇ છે. જ્યારે ધંધૂકા તાલુકાના મોટા ત્રાડીયા ગામના પ્રતિપાલસિંહ ટેમભા ઝાલા જેઓ બાવળા નજીક ખાનગી કંપનીમાં નોકરી કરતા હોય તેમણે નોકરીએ જતા પહેલા લીંબડી હાઇવે પર પાણશિણા ચેક પોસ્ટ પાસે હોટેલ કેમ્પસમાં ગલ્લા પાછળ પાર્ક કરી નોકરી પર ગયા હતા. ત્યાંથી પરત આવતા સ્થળ પર પાર્ક કરેલું બાઇક ન મળતા શોધખોળ હાથ ધરી હતી. જેમાં દિવસભર તપાસના અંતે પત્તો ન લાગતાં અંતે પ્રતિપાલસિંહ ઝાલાએ પાણશિણા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી કરી ગયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
પીરવડલા સોસાયટીમાંથી બાઈક ચોરાયુ
સુરેન્દ્રનગર : વઢવાણની પીરવડલા સોસાયટીમાં રહેતા કાળુ દાઉદભાઈ જરગેલાએ ગત તા. 20મી ઓગસ્ટે ઘરની બહાર બાઈક પાર્ક કર્યુ હતુ. જયારે સવારે તેઓને નમાજ પઢવા જવાનું હોવાથી ઉઠીને જોતા બાઈક નજરે પડયુ ન હતુ. આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક ન મળી આવતા તેઓએ વઢવાણ પોલીસ મથકે રૂ. 15 હજારનું બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ આર.ડી.ચૌહાણ ચલાવી રહ્યા છે.
નવાગામની વાડી બહારથી બાઈકની ઉઠાંતરી
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના નવાગામમાં રહેતા રાજુભાઈ કુન્તીયા ગત તા. 2જી સપ્ટેમ્બરના રોજ સવારે બાઈક લઈને વાડીએ ગયા હતા. અને વાડીના શેઢે બાઈક મુકી તેઓ વાડીમાં ગયા હતા. એકાદ કલાકના સમય બાદ પરત આવીને જોતા બાઈક નજરે પડયુ ન હતુ. આથી તેઓએ અજાણ્યા શખ્સ સામે રૂપિયા 60 હજારની કિંમતનું બાઈક ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એ. જે. જાદવ ચલાવી રહ્યા છે.
Source link