રશ્મિકા મંદાન્ના અને વિજય દેવરકોંડાની ફિલ્મ ‘રાણાબાલી’ની જાહેરાત ઘણા સમય પહેલા થઈ ગઈ હતી. જોકે, તેમના લગ્ન પછી ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. Vijay-Rashmika આ કપલની ફિલ્મ ટી-સીરીઝ બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. ચાહકો ફિલ્મનો ફર્સ્ટ લુક જોવા માટે ઉત્સાહિત હતા. પોસ્ટરમાં રશ્મિકા જયમ્મા અને વિજય રાણાબાલી તરીકે દેખાય છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર થતાં જ વાયરલ થઈ ગઈ હતી.
‘રાણાબાલી’ ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
જોકે, પોસ્ટર જાહેર થયા પછી, સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. Vijay-Rashmikaના ચાહકો એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ કપલનું આ પોસ્ટર તેમના લગ્નના બે દિવસ પછી જ કેમ જાહેર થયું. ચાહકો આ પોસ્ટર નીચે ટિપ્પણીઓ કરી રહ્યા છે.
View this post on Instagram
એક યુઝરે કહ્યું, ;’ફિલ્મ માટે લગ્ન કરવા પડે છે,’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘હવે એવું ન કહો કે આ બધું ફિલ્મનો પીઆર છે.’ હકીકતમાં, તેમના ચાહકો આવી ટિપ્પણીઓ કરતા જોવા મળે છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે લગ્ન પછી આટલી જલ્દી ફિલ્મ ‘રાણાબાલી’નું પોસ્ટર જાહેર થયું તે તેમને ખાસ પસંદ નથી આવ્યું. રશ્મિકા મંદાન્ના અને વિજય દેવરકોંડાની ફિલ્મ 11 સપ્ટેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.


Leave a Comment