IPL 2026 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં વિરાટ કોહલીએ વિરોધી ટીમો માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. કોહલીએ ભાવુક અને આક્રમક અંદાજમાં જણાવ્યું કે, “જ્યારે પણ હું આ જર્સી પહેરું છું, ત્યારે હું મારું સર્વસ્વ આપી દઉં છું. હું વધુ એક ખાસ લક્ષ્યનો પીછો કરવા માટે સંપૂર્ણ તૈયાર છું.” આ વીડિયો વાયરલ થતાની સાથે જ RCB ના ચાહકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
IPL 2025 ની સીઝન RCB માટે સુવર્ણ અક્ષરે લખાયેલી રહી છે. રજત પાટીદારની આગેવાની હેઠળની ટીમે વર્ષોની પ્રતીક્ષાનો અંત આણીને પંજાબ કિંગ્સને હરાવી ટ્રોફી જીતી હતી. અમદાવાદમાં રમાયેલી તે હાઈ-વોલ્ટેજ ફાઇનલમાં 191 રનના ટાર્ગેટનો બચાવ કરતી વખતે વિરાટ કોહલીએ 43 રનની પાયાની ઈનિંગ રમી હતી. હવે 2026 માં ટીમનો એકમાત્ર લક્ષ્ય ઇતિહાસનું પુનરાવર્તન કરી સતત બીજી વાર ચેમ્પિયન બનવાનો છે.
વિરાટ કોહલી અને RCB વચ્ચેનો અતૂટ નાતો આંકડાઓમાં પણ સ્પષ્ટ દેખાય છે. IPL ના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર કોહલીએ અત્યાર સુધી 267 મેચોમાં 39.54 ના સરેરાશ અને 132.85 ના સ્ટ્રાઇક રેટથી 8661 રન બનાવ્યા છે. જેમાં 8 સદી અને 63 ફિફ્ટીનો સમાવેશ થાય છે. ખાસ કરીને 2016 ની સીઝન તેના માટે સર્વશ્રેષ્ઠ રહી હતી જ્યારે તેણે 973 રન ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ચાહકોને આશા છે કે આ સીઝનમાં પણ ‘કિંગ’ તેવો જ કરિશ્મા કરશે.
RCB નું આગામી શેડ્યુલ
RCB ની શરૂઆતની મેચો ખૂબ જ રોમાંચક રહેવાની છે. 28 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે હોમ ઓપનર રમ્યા બાદ ટીમનો સામનો નીચે મુજબની ટીમો સાથે થશે:
5 એપ્રિલ: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે બેંગલુરુમાં.
10 એપ્રિલ: રાજસ્થાન રોયલ્સ (RR) સામે ગુવાહાટીમાં.
12 એપ્રિલ: મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે વાનખેડેમાં.


Leave a Comment