સ્પોર્ટ્સ

Virat Kohli Viral Post : ‘તમે ત્યારે જ નિષ્ફળ થાઓ છો જ્યારે..’ કોહલીની એક પોસ્ટ બાદ ફેન્સમાં અનેક ચર્ચાએ વેગ પકડ્યો

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝ પહેલા વિરાટ કોહલીએ X પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર ભાગ્યે જ વ્યક્તિગત મેસેજ શેર કરતા કોહલીએ આ વખતે તેના ચાહકો માટે એક પોસ્ટ શેર કરી જેનો ઘણી રીતે અર્થઘટન કરવામાં આવી રહ્યો છે.

  • કોહલીની રિટાયરમેન્ટની તૈયારી?

કોહલીએ લખ્યું, ‘હકીકતમાં તમે ત્યારે જ ફેલ થાઓ છો, જ્યારે તમે હાર માનવાનું નિશ્ચિત કરી લો છો.’ આ પોસ્ટ ઝડપથી વાઇરલ થઈ રહી છે, અને ચાહકો તેનો અર્થ શું હોઈ શકે તે અંગે ચર્ચા કરી રહ્યા છે. કેટલાક લોકોએ કોમેન્ટ કરી કે તે રિટાયરમેન્ટની તૈયારી કરી રહ્યો છે. દરમિયાન કોહલીના ફેન્સે લખ્યું કે તે 2027 વર્લ્ડ કપ માટે સંપૂર્ણપણે તૈયાર છે.

  • ગઈકાલે ટીમ ઈન્ડિયા સાથે કોહલી ઓસ્ટ્રેલિયા ગયો હતો

વિરાટ કોહલી 15 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો. ભારતીય ટીમ 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચ રમવાની છે. કોહલીની વાત કરીએ તો,

તેણે ગયા વર્ષે આ ફોર્મેટમાં વર્લ્ડ કપ જીત્યા પછી T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી રિટાયરમેન્ટ લીધું છે. બાર્બાડોસમાં વર્લ્ડ કપ જીત્યા પછી તેણે રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી.

  • 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI સિરીઝ

કિંગ કોહલીએ આ વર્ષે 10 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ રિટાયરમેન્ટ લેવાનો નિર્ણય લીધો હતો. જોકે, તે ODI ફોર્મેટમા હજી છે. કોહલી આ વર્ષે ફક્ત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા માટે રમતો જોવા મળ્યો હતો.

હવે કોહલી 19 ઓક્ટોબરથી શરૂ થતી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI સિરીઝમાં રમશે, જેમાં રોહિત શર્મા પણ ટીમમાં છે. કોહલી અને રોહિત નવા ODI કેપ્ટન શુભમન ગિલ હેઠળ આ સિરીઝ રમશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button