બિહારની જેમ દેશભરમાં મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે, ચૂંટણીપંચનો આદેશ જાહેર

ચૂંટણીપંચે દેશભરમાં મતદાર યાદી માટે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) શરૂ કરવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે બિહારની જેમ સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા અમલમાં મુકવામાં આવશે.
ચૂંટણીપંચના મતે, મતદાર યાદીના પ્રામાણિકતાને જાળવી રાખવી તેની બંધારણીય જવાબદારી છે અને તેને પૂર્ણ કરવા માટે દેશમાં SIR અમલમાં મૂકવામાં આવશે. મળતી વિગતો અનુસાર, 24 જૂનના રોજ ચૂંટણીપંચે મતદાર યાદી માટેના ખાસ સુધારા સંબંધિત આદેશ જાહેર કર્યો હતો.
જેમાં સ્પષ્ટ કર્યું છે કે, “પંચ હવે મતદાર યાદીની સાચાઈ જાળવવા માટે દેશવ્યાપી ખાસ સઘન પ્રક્રિયા શરૂ કરશે. બાકીના વિસ્તારો માટેનો કાર્યક્રમ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.”
18 લાખ અવસાન પામેલા મતદારો
આ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત, તમામ રાજ્યોમાં ડુપ્લિકેટ, અવસાન પામેલા કે અયોગ્ય મતદારોની ઓળખ કરી તેમને યાદીમાંથી દૂર કરવામાં આવશે. ખાસ ધ્યાન આ બાબત પર અપાય છે કે ઘણા મતદારો એકસાથે કાયમી અને હાલના સરનામાં પર નોંધાયેલા હોય છે.
અહેવાલ મુજબ, બિહારમાં હાથ ધરાયેલા SIR દરમિયાન 18 લાખ અવસાન પામેલા મતદારો, 26 લાખ મતદારો જેમણે પોતાના વિધાનસભા ક્ષેત્ર બદલ્યા છે અને 7 લાખ ડુપ્લિકેટ એન્ટ્રીઓનો ભાળ મળી હતી