UPI પેમેન્ટ કરનારા માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ UPIથી પેમેન્ટ કરો છો તો જરૂર ધ્યાન રાખો. આવતીકાલ એટલે કે 1 ફેબ્રુઆરીથી UPI ટ્રાન્ઝેકશનને લઈને નવો નિયમ લાગુ કરાશે. 1 ફેબ્રુઆરીથી UPI IDમાં સ્પેશ્યલ કેરેક્ટર હશે તો પેમેન્ટ ફેલ થશે. 9 જાન્યુઆરીના રોજ NPCI દ્વારા આગામી ફેબ્રુઆરી મહિનાથી સ્પેશિયલ કેરેકટર વાળા UPI ID પર પ્રતિબંધ મૂકવાને લઈને પરીપત્ર જારી કર્યો હતો.
1 ફેબ્રુઆરીથી નવા નિયમ લાગુ
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) UPI ટ્રાન્ઝેકશનને લઈને મોટો બદલાવ કરવા જઈ રહી છે. 1 ફેબ્રુઆરી 2025થી UPI IDના નવા નિયમ લાગુ થશે. જો તમે UPI થી ટ્રાન્ઝેકશન કરતા હોવા અને આ માટે સ્પેશિયલ કેરેકટર રાખ્યા હોય તો ત્વરિત આ કેરેકટર દૂર કરી દેવા પડશે. NPCIના નવા નિયમ મુજબ UPI IDમાં એટ ધ રેટ, અન્ડરસ્કોર જેવા સ્પેશ્યલ કેરેક્ટર નહીં ચાલે.આવતીકાલથી UPI IDમાં સ્પેશ્યલ કેરેક્ટર હશે તો પેમેન્ટ થશે નહીં. તમારા UPI IDમાંથી સ્પેશ્યલ કેરેક્ટર દૂર કરવા પડશે. NPCIના નવા નિયમ મુજબ UPI IDમાં માત્ર આંકડા અને અક્ષરો જ માન્ય રાખવામાં આવ્યા છે.
NPCIનો પરીપત્ર
NPCI એ UPIના નવા નિયમને લઈને એક પરિપત્ર જારી કર્યો. જે અંતર્ગત હવે @, #, $ જેવા સ્પેશિયલ કેરેકટરનો ઉપયોગ UPI IDમાં કરી શકાશે નહીં. ખાસ અક્ષરો સાથે બનાવેલા UPI IDના વ્યવહાર હવે માન્ય રહેશે નહીં. આથી વપરાશકર્તાઓએ તેમના UPI IDમાંથી @, #, $ આવા સ્પેશિયલ કેરેકટર દૂર કરવા પડશે નહીં તો તેમના પેમેન્ટ ફેલ થશે. એટલે કે જો તમારું ID એક બે ત્રણ ચાર છે અને તમારી બેંક HDFC બેંક છે તો સામાન્ય રીતે બેંક પોતાની રીતે જ તમારું ID એક બે ત્રણ ચાર @ ધ રેટ એચડએફસીબેંક એવું બનાવી દે છે. પણ હવે તમારે તે બદલીને એક બે ત્રણ ચાર HDFC બેંક એમ કરવું પડશે. વચ્ચે @ ધ રેટ કે અન્ડરસ્કોર જેવું સ્પેશ્યલ કેરેક્ટર હશે તો તમારું પેમેન્ટ ફેલ થશે. NPCIએ પરિપત્ર મુજબ નિયમનું પાલન નહીં કરાતા વપરાશકર્તાનું UPI ID બ્લોક થઈ જશે.
શા માટે લેવાયો નિર્ણય
ભારતમાં આજે મોટાભાગના ક્ષેત્રોમાં ડિજિટલલાઈઝેશન થઈ રહ્યું છે. ખાસ કરીને લોકોમાં ડિજિટલ પેમેન્ટ (UPI)નો ઉપયોગ વધ્યો છે. 2019માં જ્યાં ડિજિટલ પેમેન્ટનો હિસ્સો 34 ટકા હતો તેમાં ધરખમ વધારો થતાં આજના સમયમાં 83 ટકાએ હિસ્સો પંહોચ્યો છે. દરરોજ વધતા સાયબર ફ્રોડને લઈને આરબીઆઈ વધુ સતર્ક બની છે. આથી જ ડિજિટલ પેમેન્ટમાં થતા ટ્રાન્ઝેકશનની સુરક્ષાને ધ્યાનમાં રાખી UPI IDને લઈને નવો નિયમ બનાવવામાં આવ્યો છે.
Source link