શીતલહેર અને વરસાદનું ડબલ એલર્ટ: કયા રાજ્યોમાં રહેશે અસર? જાણો વિગતે

by

Thenewsdk

Updated: 09-12-2025, 05.54 AM

Follow us:

દેશના અનેક વિસ્તારોમાં શીતલહેર ફરી વળી છે ત્યારે હવામાન વિભાગે ચાર રાજ્યોમાં વરસાદની નવી આગાહી જાહેર કરી છે. ઉત્તર અને પૂર્વ ભારતના ઘણા શહેરોમાં અચાનક વધી ગયેલી ઠંડી, ધુમ્મસ અને પશ્ચિમી વિક્ષેપના કારણે સામાન્ય જીવન પર અસર પડી રહી છે.

9 ડિસેમ્બરે આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે તેમજ આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારોમાં છાંટાવાળા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વહેલી સવારે મુસાફરી કરતા નાગરિકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. સમુદ્રી વિસ્તારોમાં પવનની દિશામાં ફેરફાર થવાના કારણે માછીમારોને દરિયા તરફ ન જવા સૂચના અપાઈ છે.

  • 11 ડિસેમ્બર સુધી વરસાદનો એલર્ટ

હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 9 ડિસેમ્બરે વાદળછાયું માહોલ અને છાંટા નોંધાઈ શકે છે. જ્યારે તમિલનાડુ અને પુડુચેરીમાં 11 ડિસેમ્બર સુધી વરસાદની ચેતવણી યથાવત છે. દરિયાકાંઠે રહેનારો જનસમૂહ તેમજ માછીમારોને હાઈ એલર્ટ પર રહેવા જણાવ્યું છે. ઉત્તર બંગાળના જિલ્લાઓમાં ધુમ્મસ વધવાથી દૃશ્યતા એક કિલોમીટરથી ઓછી રહી શકે છે, જે ટ્રાફિકને અસર પહોંચાડી શકે છે.

  • શીતલહેરથી ઉત્તર ભારત કબરાયુ

બિહારના પટના, પૂર્ણિયા અને કિશનગંજ, ઝારખંડના રાંચી–જમશેદપુર અને ઉત્તર પ્રદેશના લખનૌ, કાનપુર, આગ્રા તથા પ્રયાગરાજમાં તાપમાન સામાન્ય કરતાં ઘણી નીચે નોંધાઈ રહ્યું છે. વહેલી સવારે બહાર નીકળતા લોકો માટે ગરમ કપડાં સાથે મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હીમાં પણ તાપમાન ઘટતું જવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

  • પશ્ચિમી વિક્ષેપથી ઠંડીમાં વધારો

અફઘાનિસ્તાન તરફ સક્રિય પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસ સુધી શીતલહેર વધુ તીવ્ર બની શકે છે. ત્યારબાદ પશ્ચિમ હવાઓની ઝડપ વધવાથી તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. બિહારમાં 9 ડિસેમ્બરથી ઠંડીનો પ્રભાવ વધી શકે છે.

  • હિલ સ્ટેશનોમાં હિમવર્ષાની શક્યતા

હિમાચલ પ્રદેશના બિલાસપુર અને મંડીમાં 9 ડિસેમ્બર સુધી ઘાટું ધુમ્મસ રહેવાની પીળી ચેતવણી છે. ઉત્તરાખંડમાં 9 ડિસેમ્બરે હિમવર્ષાની શક્યતા છે, ખાસ કરીને નૈનિતાલ અને મસૂરી જેવા હિલ સ્ટેશનોમાં તાપમાન નોંધપાત્ર ઘટી શકે છે. પ્રવાસીઓને સતર્ક રહેવાની સલાહ છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.