વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે 18થી 20 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક સુધી વધવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
18મી માર્ચ: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ચોક્કસ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. તેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે.
19મી માર્ચ: વરસાદ વધુ વિસ્તારોમાં ફેલાઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં મધ્યમ વરસાદની શક્યતા છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ તેમજ કચ્છ અને દીવ વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે.
20મી માર્ચ: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને મહેસાણા સહિત કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વરસાદ ગરમીમાં થોડો ઘટાડો લાવી શકે છે


Leave a Comment