‘રાજકારણમાં હોય તો શું કોઈની હત્યા પણ કરી શકો?’, પાટીદાર દીકરીએ રડતાં રડતાં વ્યક્ત કર્યું દુખ

Patidar Daughter Expressed Grief: રાજકોટમાં પાટીદાર સમાજની એક વિધવા મહિલા પર તેના જ પરિવારના સભ્યો દ્વારા ત્રાસ ગુજારવાનો મામલો સામે આવ્યો છે. ભાજપ નેતા સામે કડવા પાટીદાર મહિલા અને દીકરીએ ન્યાયની પોકાર લગાવી છે.
આ અંગે દીકરી ક્રિસ્ટિના પટેલે રડતાં રડતાં સોશિયલ મીડિયા મારફત મદદ કરવા અપીલ કરી છે. મુંબઈ રહેતી ક્રિસ્ટિના પટેલે રાજકોટ પોલીસ સામે પણ આક્ષેપો કર્યા છે. તેણે કહ્યું કે, એક મહિલાનો જીવ જોખમમાં છે તો પણ ફરિયાદ લેવામાં આવતી નથી. સાથે જ આનંદ અમૃતિયા, દિનેશ અમૃતિયા, બિપિન અમૃતિયા અને અશોક અમૃતિયા વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે.
મારા મોટા પિતા ભાજપમાં છે માટે પોલીસ ફરિયાદ લેતી નથી
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં ક્રિસ્ટીનાએ કહ્યું છે કે તેના મોટા પિતા ભાજપમાં છે, તેથી પોલીસ ફરિયાદ લેતી નથી અને જો તે રાજકારણમાં હોય તો શું તમે કોઈને મારી પણ શકો છો? રાજકારણનો આટલો ફાયદો ન ઉઠાવવો જોઈએ, હવે મને લાગે છે કે આ લોકોએ મારા પિતાને મારી નાખ્યા હશે, મને સમજાતું નથી કે શું કરવું.
હું મુંબઈમાં રહું છું, મારી માતા રાજકોટમાં રહે છે. હું ગુજરાત પોલીસ પાસેથી કાર્યવાહી અને મારી માતાના રક્ષણની માંગ કરું છું, પોલીસ ઓછામાં ઓછું આટલું તો કરી શકે છે.