WhatsApp પર જાણીતા CEOની તસવીર, દરરોજ મોટી કમાણીના ખોટા વચનો, પૂર્વ IG સાથે 8 કરોડની ઠગાઈ

by

Thenewsdk

Updated: 23-12-2025, 11.30 AM

Follow us:

Fake Investment Scam: સાઈબર ગુનેગારોએ એક પૂર્વ IPS અધિકારી સાથે 8.10 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી, જેના બાદ તેમણે પોતાને ગોળી મારી લીધી હતી. સાઇબર ઠગોએ પૂર્વ પોલીસ અધિકારીને છેતરવા માટે ખૂબ જ ચાલાકીથી પ્લાન બનાવ્યયો હતો. તેમણે WhatsApp પર એક જાણીતા CEOની તસવીરનો ઉપયોગ કર્યો, ત્યારબાદ ખોટું ડેશબોર્ડ અને ખોટું વર્ચ્યુઅલ વૉલેટ તૈયાર કર્યું. ચાલો આ સમગ્ર મામલાને વિગતે સમજીએ.

સાઈબર ઠગાઈનો ચોંકાવનારો કેસ

સાઈબર ઠગાઈનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં સાઇબર ગુનેગારોએ એક પૂર્વ IPS અધિકારી સાથે 8.10 કરોડ રૂપિયાની ઠગાઈ કરી. ત્યારબાદ પટિયાલામાં પૂર્વ પોલીસ અધિકારી અમર સિંહ ચહલે પોતાને ગોળી મારી લીધી. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, સાઇબર ઠગોએ એવી કઈ રમત રમી કે એક પોલીસ IG લેવલનો વ્યક્તિ પણ તેને ઓળખી ન શક્યો? ચાલો આ વિશે વિગતે જાણીએ.

WhatsApp પર લગાવી જાણીતા CEOની તસવીર

હકીકતમાં, આ સાઇબર ઠગોની ટોળકી ખૂબ જ સાવચેતીપૂર્વક કામ કરે છે. ઠગોએ WhatsApp એકાઉન્ટ પર એક જાણીતી કંપનીના CEOની તસવીર લગાવી હતી, જેથી કોઈને શંકા ન જાય. સુસાઈડ નોટમાં લખ્યું છે કે, આ ઠગો ‘F-777 DBS Wealth Equity Research Group’ નામે WhatsApp અને Telegram એકાઉન્ટ ચલાવતા હતા.

અનેક ખોટા દાવા અને દસ્તાવેજો રજૂ કર્યા

પીડિતને છેતરવા માટે તેમણે પોતાને DBS બેંક અને તેના CEO સાથે જોડાયેલા હોવાનો દાવો કર્યો. તેમણે મોટી કમાણીની લાલચ આપી અને કહ્યું કે, સ્ટોક ટ્રેડિંગ, IPO એલોટમેન્ટ, OTC ટ્રેડ અને ક્વોન્ટિટેટિવ ફંડ દ્વારા ભારે નફો કમાવી શકાય છે.

ખોટું ડેશબોર્ડ અને નકલી વર્ચ્યુઅલ વૉલેટ

સાઇબર ઠગોએ એક ખોટું ડેશબોર્ડ તૈયાર કર્યું હતું. આ ડેશબોર્ડમાં પીડિતને ખોટા શેર, ખોટી ઇન્વેસ્ટમેન્ટ અને ફેક પ્રોફિટ બતાવવામાં આવતા હતા. આ બધું જોઈને પીડિતને વિશ્વાસ થઈ ગયો કે તેઓ ખરેખર મોટી કમાણી કરી રહ્યા છે. ઠગો લાલચ આપીને અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરાવતા રહ્યા અને મોટી કમાણીની આશામાં પીડિત પણ સતત પૈસા લગાવતા રહ્યા.

સાઇબર ઠગાઈ ક્યારે બહાર આવી?

જ્યારે પીડિતે પોતાની મોટી રકમ ઉપાડવાની કોશિશ કરી, ત્યારે તેમની પાસે પ્રોસેસ અને ટેક્સના નામે વધુ પૈસા માંગવામાં આવ્યા. પીડિતે તે પણ ચુકવી દીધા, છતાં તેમને પોતાના પૈસા પાછા મળ્યા નહીં. ત્યારબાદ તેમને સમજાયું કે, તેઓ સાઇબર ઠગાઈનો શિકાર બન્યા છે. પૂર્વ IPS અધિકારીએ પોતાની સુસાઈડ નોટમાં ઊંડા દુઃખ, ભારે આર્થિક નુકસાન અને માનસિક પીડાનો ઉલ્લેખ કર્યો છે.

ફેક ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપને કેવી રીતે ઓળખવું?

ખોટા ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપને ઓળખવું સહેલું છે, ફક્ત નીચેની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે:

દરરોજ કમાણીની ગેરંટી આપે છે, જેમ કે રોજ 3-5 હજાર રૂપિયાનું વળતર.

થોડા જ દિવસોમાં પૈસા ડબલ કરવાની ખાતરી આપે છે.

વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં નાનું રિટર્ન પણ આપી શકે છે, જેમ કે 1000 રૂપિયા રોકાણ પર 1500 રૂપિયા પરત આપે છે.

વર્ચ્યુઅલ વૉલેટમાં ખોટો પ્રોફિટ બતાવે છે, જેથી લોકો ભ્રમમાં આવી જાય.

ઇન્વેસ્ટમેન્ટ માટે ઉતાવળ કરે છે, જેથી વ્યક્તિ દબાણમાં આવીને પૈસા ગુમાવે.

સાઇબર ઠગોને આવી રીતે ઓળખો

સાઈબર ઠગોને ઓળખવું ખૂબ સરળ છે. તેના માટે આટલું ધ્યાન રાખો:

સૌપ્રથમ એડવાઈઝરનો SEBI રજિસ્ટ્રેશન નંબર અને અન્ય વિગતો મેળવો.

SEBIની વેબસાઇટ પર જઈને તેની તપાસ કરો.

એડવાઈઝર અથવા કંપનીનું નામ SEBI Registered યાદીમાં છે કે નહીં તે ચકાસો.

અજાણ્યા લિંક્સ પર ક્લિક કરવાથી બચો, કારણ કે તે તમારા ડિવાઇસને હેક કરી શકે છે અથવા ખતરનાક એપ ઇન્સ્ટોલ કરી શકે છે.

અજાણ્યા વ્યક્તિ સાથે કોઈ પણ વ્યક્તિગત કે બેંક સંબંધિત માહિતી શેર ન કરો.

OTP,UPI PIN જેવી માહિતી ક્યારેય કોઈને આપશો નહીં.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.