વિશ્વનું સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ હવે એક નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. મેટાની માલિકીની આ કંપની પહેલી વખત યુઝર્સ માટે Paid Subscription Plan પર કામ કરી રહી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વાયરલ થતા જ યુઝર્સમાં ચિંતા ફેલાઈ છે કે શું હવે વોટ્સએપ વાપરવા માટે પૈસા ચૂકવવા પડશે?
પરંતુ ટેક નિષ્ણાતોના મતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વોટ્સએપનું આ સબસ્ક્રિપ્શન સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે અને ફક્ત પ્રીમિયમ સુવિધાઓ ઈચ્છતા યુઝર્સ માટે જ ઉપલબ્ધ થશે.
વેઇટલિસ્ટ આધારિત પ્રીમિયમ પ્લાન
WhatsApp અપડેટ્સ પર નજર રાખતી જાણીતી સાઇટ Wabetainfoના રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.26.4.8માં આ નવા પ્લાનના સંકેતો જોવા મળ્યા છે. મેટા આ માટે Waitlist System લાવવાની તૈયારીમાં છે, જેમાં યુઝર્સ પહેલા વેઇટલિસ્ટમાં જોડાશે અને પ્લાન લોન્ચ થતાં જ નોટિફિકેશન મળશે.
WhatsApp Paid Planમાં મળતા સંભવિત ફીચર્સ
- પેઇડ સબસ્ક્રિપ્શન લેનારા યુઝર્સને વોટ્સએપનો વધુ પર્સનલાઇઝ્ડ અનુભવ મળશે. તેમાં સામેલ થઈ શકે છે:
- એપ આઇકોન બદલવાની સુવિધા
- એક્સક્લુઝિવ સ્ટીકર્સ અને પ્રીમિયમ થીમ્સ
- ત્રણથી વધુ ચેટ્સ પિન કરવાની છૂટ
- ખાસ ચેટ રિંગટોન સેટ
- પસંદગીના રીજનમાં એડ-ફ્રી અનુભવ
ફ્રી યુઝર્સ માટે શું બદલાશે?
વોટ્સએપના મૂળભૂત ફીચર્સ જેમ કે મેસેજિંગ, કોલિંગ અને સ્ટેટસ સંપૂર્ણપણે મફત જ રહેશે. એટલે કે જે યુઝર્સ પેઇડ પ્લાન નહીં લે તેઓને કોઈ અસર નહીં થાય.
કિંમત અને લોન્ચિંગ વિશે શું ખબર?
હાલમાં વોટ્સએપે પ્રીમિયમ સબસ્ક્રિપ્શનની કિંમત જાહેર કરી નથી. નિષ્ણાતોનું માનવું છે કે ભાવ દેશ પ્રમાણે અલગ હોઈ શકે છે. આ ફીચર હજી ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને યુઝર ફીડબેક બાદ તેમાં ફેરફાર શક્ય છે.
મેટા આ નવા સબસ્ક્રિપ્શન મોડેલ દ્વારા વોટ્સએપ માટે આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માગે છે, જે અત્યાર સુધી મુખ્યત્વે બિઝનેસ સર્વિસ પર આધારિત હતું.


Leave a Comment