HOME

ગુલાબી કે સફેદ મીઠું, સ્વાસ્થ્ય માટે ક્યું વધુ ફાયદાકારક?

મીઠું આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જેમ કે શાક બનાવવા, સલાડ પર નાખવા કે ફ્રેન્ચ ફ્રાઈસનો સ્વાદ વધારવાનો હોય દરેક જગ્યાએ મીઠાનો ઉપયોગ થયા છે. પરંતુ વધુ મીઠું એટલે કે સોડિયમ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. સોડિયમ વધુ હોવાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને હ્દય હુમલાનો ખતરો વધી છે. ચાલો જાણીએ કે પિંક સોલ્ટ કે રેગ્યુલર સોલ્ટમાંથી કર્યું શ્રેષ્ઠ છે.

પિંક સોલ્ટ શું છે?

ગુલાબી મીઠાને હિમાલયન મીઠું પણ કહેવામાં આવે છે. આ મીઠું હિમાલયની નજીકની ખાણોમાંથી કાઢવામાં આવે છે. તેનો ગુલાબી રંગ તેમાં રહેલા આયર્ન ઓક્સાઇડ જેવા ખનિજોને કારણે છે. એક ન્યૂટ્રિશનિસ્ટના જણાવ્યા પ્રમાણે આ મીઠું વધુ પ્રક્રિયા કરવામાં આવતું નથી તેથી તેને વધુ કુદરતી માનવામાં આવે છે. તેનો ગુલાબી રંગ તેમાં રહેલા આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ખનિજોને કારણે છે. આ ખનિજો, ઓછી માત્રામાં પણ, તેને એક વિશિષ્ટ દેખાવ અને સંભવિત સ્વાસ્થ્ય લાભો આપે છે.

રેગ્યુલર સોલ્ટ શું છે?

નિયમિત મીઠું એટલે કે ટેબલ સોલ્ટ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું મીઠું છે. તે પ્રોસેસિંગ દ્વારા બનાવવામાં આવે છે, જેમાં મોટાભાગના ખનિજો દૂર કરવામાં આવે છે. તેમાં એન્ટી-કેકિંગ એજન્ટો પણ ઉમેરવામાં આવે છે.

સીડીસી અનુસાર, એક ચમચી નિયમિત મીઠામાં લગભગ 2400 મિલિગ્રામ સોડિયમ હોય છે, જ્યારે યુએસ એફડીએ દરરોજ 2300 મિલિગ્રામથી ઓછું સોડિયમ લેવાની ભલામણ કરે છે.

ક્યું મીઠું પસંદ કરવું જોઈએ?

જો તમને વધુ કુદરતી અને ખનિજોથી ભરપૂર વિકલ્પ જોઈતો હોય, તો ગુલાબી હિમાલયન મીઠું વધુ સારું વિકલ્પ હોઈ શકે છે. જો તમને આયોડિનની જરૂર હોય અને સંતુલિત સ્વાદવાળું મીઠું જોઈતું હોય, તો સફેદ ટેબલ મીઠું યોગ્ય છે. કોઈપણ પ્રકારના મીઠાનું વધુ પડતું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button