આમિર ખાનના ઘરે શા માટે 25 IPSનો કાફલો ગયો હતો?, થયો મોટો ખુલાસો

બોલિવૂડના પરફેક્શન મનાતા આમિર ખાનનો ઘરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જેમાં IPS અધિકારીઓથી ભરેલી બસ આમિર ખાનના ઘરેથી જતી જોવા મળી હતી. જેના પગલે લોકોમાં અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આમિર ખાનની ટીમના એક સદસ્યએ આ મામલે સ્પષ્ટતા કરી છે.
IPS અધિકારીઓ સાથેની મુલાકાત પાછળનો થયો ખુલાસો
IPS અધિકારીઓથી ભરેલી બસ આમિર ખાનના ઘરે જવા પાછળનું સાચું કારણ હવે સામે આવ્યું છે. આમિરની ટીમના એક સભ્યએ કહ્યું ‘આ બેચના IPS ટ્રેઈની તેમને મળવા માંગતા હતા તેથી આમિર ખાને તેમને પોતાના ઘરે બોલાવ્યા અને તેમની સાથે વાત કરી હતી.’
તમામ પ્રકારની અટકળો પર પૂર્ણવિરામ
એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ઘણા IPS અધિકારીઓ લક્ઝરી બસમાં આમિર ખાનના ઘરેથી બહારજતા જોવા મળ્યા હતા. આ પછી અનેત તર્ક-વિતર્ક વહેતા થયા હતા. જેમ કે આમિર એક પ્રોજેક્ટ બનાવી રહ્યો છે જેમાં સુરક્ષાની જરૂર હોય છે. ત્યારે હવે સત્ય સામે આવતા તમામ પ્રકારની અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
અવારનવાર આમિર ખાન અધિકારીને મળે છે
ઉલ્લેખનીય છે કે આમિર ખાન છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ બેચના IPS તાલીમાર્થીઓને મળી રહ્યા છે. ખાસ કરીને તેની ફિલ્મ સરફરોશ પછી ઘણા IPS અધિકારીઓ તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરે છે.