બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હાર બાદ ટેસ્ટ ટીમમાં ભારતીય ટીમના ઘણા સિનિયર ખેલાડીઓનું સ્થાન અનિશ્ચિત જણાય છે. જેમાં વિરાટ કોહલીથી લઈને રોહિત શર્મા સુધીના નામ સામેલ છે. પરંતુ હવે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે. જાડેજાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં તેણે ટેસ્ટ જર્સીની પાછળની તસવીર પોસ્ટ કરી છે. તેના ટી-શર્ટ પર ‘8’ લખેલું છે.
ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની યોજના બનાવી છે
તેની આ પોસ્ટ જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની યોજના બનાવી છે. જો આમ થશે તો કાંગારૂ ટીમ સામે રમાયેલી સિડની ટેસ્ટ તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ સાબિત થશે. જાડેજાએ ગત વર્ષે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
જાડેજાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ત્રણ મેચ રમી હતી
36 વર્ષીય જાડેજાના પ્રદર્શન પર છેલ્લા કેટલાક સમયથી સવાલો ઉઠી રહ્યા છે. અહેવાલો અનુસાર, બીસીસીઆઈની પસંદગી સમિતિ તેના સ્થાનની શોધમાં છે. જાડેજાની તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બોલર તરીકે અવગણના કરવામાં આવી હતી, જ્યાં તેને પાંચમાંથી માત્ર ત્રણ મેચ રમવાની તક મળી હતી.
ભારતે છેલ્લે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી
એક સૂત્રએ જણાવ્યું કે, ‘આ બધું તેના પર નિર્ભર કરે છે કે પસંદગીકારો ક્યારે નિર્ણય લે છે કે ફેરફારની જરૂર છે. તેઓ ચર્ચા કરશે કે તેઓ જાડેજામાં વધુ સુરક્ષિત વિકલ્પ સાથે જવા માગે છે કે હવે આગળ વધવા માંગે છે. તેને ટેસ્ટ ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જોકે તેની બોલિંગ સ્થિર છે.
ગત વખતે ભારત ફાઇનલમાં હારી ગયું હતું
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાતમાં થોડો સમય વિલંબ થઈ શકે છે તેવામાં બીસીસીઆઈ થિંક ટેન્ક તેના વિશે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. ભારતે છેલ્લે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, જ્યારે 2017માં તેને ફાઇનલમાં પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.