WinZO એપના પ્રમોટરોની ED દ્વારા ધરપકડ, ₹505 કરોડની સંપત્તિ સ્થગિત

by

Thenewsdk

Updated: 27-11-2025, 06.54 AM

Follow us:

WinZO એપ મની લોન્ડરિંગ કેસમાં મોટો વળાંક આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેમિંગ પ્લેટફોર્મના પ્રમોટરો પવન સિંહ નંદા અને સૌમ્યા રાઠોડને ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ દિલ્હી અને ગુરુગ્રામમાં ચાર સ્થળોએ 18 થી 22 નવેમ્બર વચ્ચે દરોડા પાડ્યા બાદ આ પગલું ભર્યું હતું.

ED મુજબ, WinZO ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડે KYC દસ્તાવેજોનો દુરુપયોગ, PAN વિગતોની ચોરી અને એકાઉન્ટ બ્લોકિંગ જેવી ગેરરીતિઓ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે કંપની ગ્રાહકોને માનવ ખેલાડીઓની જગ્યાએ અલ્ગોરિધમ/સોફ્ટવેર સાથે રમવા માટે મજબૂર કરતી હતી, જેનાથી વપરાશકર્તાઓને મોટું નુકસાન થયું.

એજન્સીએ WinZOની ₹505 કરોડની POC સંપત્તિ, જેમાં બેંક બેલેન્સ, બોન્ડ, FDR અને મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે, તેને PMLA હેઠળ સ્થગિત કરી છે.

તપાસમાં વધુ ખુલ્યું કે WinZO પોતાના તમામ RMG ઓપરેશન્સ ભારતમાંથી જ ચલાવતા હોવા છતાં USA અને સિંગાપુરમાં USD 55 મિલિયન (₹489.90 કરોડ) શેલ કંપનીઓને વિદેશી રોકાણના નામે મોકલ્યા હતા. RMG પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ લાગ્યા બાદ પણ કંપનીએ ₹43 કરોડની રકમ ગેમર્સને પરત કરી નહોતી.

EDના અનુસાર, આ કેસ ઓનલાઈન રિયલ મની ગેમિંગ છેતરપિંડીનો દેશનો સૌથી મોટો મામલો બની શકે છે, જેમાં વધુ ધરપકડો અને કાર્યવાહી શક્ય છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.