ENTERTAINMENT

‘ઘરની મહિલાઓ મારા માટે…’ ઐશ્વર્યા રાયનું નવ્યાએ ન લીધું નામ, અણબનાવ એંધાણ!

  • બચ્ચન પરિવારનો અવારનવાર સમાચારોમાં રહે છે
  • હાલમાં નવ્યાનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે
  • આ નિવેદનમાં તેને ઐશ્વર્યા વિશે વાત ન કરી

બચ્ચન પરિવારનો દરેક વ્યક્તિ અવારનવાર સમાચારોમાં રહે છે. ખાસ કરીને અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ભલે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ન હોય પરંતુ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં તેનો એક જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે.

નવ્યા નવેલી નંદાનું એક નિવેદન વાયરલ

છેલ્લા કેટલાક દિવસોથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તેમના છૂટાછેડાની ચર્ચાને કારણે ચર્ચામાં છે. ફેન્સનું માનવું છે કે આ માટે એક્ટરની બહેન શ્વેતા બચ્ચન જવાબદાર છે. હાલમાં નવ્યા નવેલી નંદાનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે જેમાં તેણે પરિવારની મહિલાઓની પ્રશંસા કરી હતી પરંતુ તેની મામી ઐશ્વર્યાનું નામ લીધું નથી.

નવ્યાએ ઘરની તમામ મહિલાઓને ગણાવી હીરો

મીડિયા સાથે વાતચીત કરતી વખતે નવ્યા નવેલીએ તેના ઘરની તમામ મહિલાઓને હીરો ગણાવી હતી. પરંતુ તેણે ક્યાંય ઐશ્વર્યાનો ઉલ્લેખ કર્યો નથી. નવ્યાએ કહ્યું, ‘મારી માતા, દાદી, નાની અને ફઈ એ ચાર મહિલાઓ છે, જેમની પાસેથી હું ઘણું શીખી છું. હું ઈચ્છું છું કે જો મને તેમની પાસેથી એક પણ ગુણ મળે તો હું જીવનમાં સેટ થઈ જઈશ.

નવ્યા નવેલી નંદાએ કહી આ વાત

જ્યારે નવ્યા નવેલી નંદાને પૂછવામાં આવ્યું કે પરિવારમાં તમારો રોલ મોડલ કોણ છે? આના પર તેણે કહ્યું, ‘મારા માટે એક પસંદ કરવું ખૂબ મુશ્કેલ છે. એક પરિવાર વેપાર સાથે સંકળાયેલો છે અને બીજો પરિવાર ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. મારી માતા, દાદી, નાની અને ફઈને ખૂબ કામ કરતા જોયા છે. મારી દાદી (જયા બચ્ચન) હંમેશા ખુલ્લા મને વાત કરે છે. તે માને છે કે મહિલાઓનું સ્થાન માત્ર ઘરમાં જ નથી પરંતુ દરેક ક્ષેત્રમાં જ્યાં પુરુષો હાજર છે.

નવ્યા નવેલી નંદાએ ઐશ્વર્યા રાય વિશે ન કરી વાત

નવ્યા નવેલી નંદાએ પોતાના ઘરની તમામ મહિલાઓને તાકાત ગણાવી પરંતુ નવાઈની વાત એ છે કે તેણે પોતાની મામી ઐશ્વર્યા રાય વિશે કોઈ જગ્યાએ વાત કરી ન હતી અને ન તો તેનો ઉલ્લેખ કર્યો હતો. આવી પરિસ્થિતિમાં સવાલ એ થાય છે કે શું ખરેખર બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય વચ્ચે કંઈક બરાબર નથી. નવ્યાના આ નિવેદન બાદ ફરી એકવાર બચ્ચન પરિવારમાં અણબનાવને લઈને વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button