Women’s Health : વધતી ઉંમરમાં એગ ક્વોલિટી સુધારવા માટે શું ખાવું જોઈએ? આ છે સરળ ડાયટ પ્લાન

આધુનિક યુગમાં યુવા પેઢી અભ્યાસ અને કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે મોડા લગ્ન કરે છે, જેની સીધી અસર તેમના ફેમિલી પ્લાનિંગ પર થાય છે.
એગ ક્વોલિટી સુધારવા માટે આ ખોરાકને ડાયટમાં સામેલ કરો
એવોકાડો: વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર એવોકાડોને સુપરફૂડ માનવામાં આવે છે. તેને ડાયટમાં સામેલ કરવાથી પ્રજનન સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તમે તેને સલાડ કે સેન્ડવીચ તરીકે ખાઈ શકો છો.
પ્રોટીનયુક્ત આહાર: એગની ક્વોલિટી સુધારવા માટે પ્રોટીનનું પૂરતું સેવન કરવું અત્યંત જરૂરી છે. આ માટે તમારા આહારમાં કઠોળ, ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. કઠોળમાંથી પ્રોટીન ઉપરાંત આયર્ન, વિટામિન્સ અને મિનરલ્સ મળે છે, જે પ્રજનનક્ષમતા માટે આવશ્યક છે.
ડ્રાયફ્રુટ્સ: જે મહિલાઓ પ્રેગ્નન્સીનો પ્લાન કરી રહી છે, તેમણે નિયમિત રીતે એક મુઠ્ઠી ડ્રાયફ્રુટ્સ ખાવા જોઈએ. અંજીર, કિસમિસ, બદામ, અને અખરોટને આખી રાત પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવાથી શરીરમાં આયર્ન અને પ્રોટીનની ઉણપ દૂર થાય છે, જેનાથી ઓવ્યુલેશન પણ સમયસર થાય છે.
લીલા પાંદડાવાળા શાકભાજી: લીલા પાંદડાવાળા શાકભાજી પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં રહેલું ભરપૂર આયર્ન હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ એગની ક્વોલિટી સુધારવામાં અને રોગપ્રતિકારક શક્તિ (immunity) વધારવામાં મદદ કરે છે.