યજમાન ભારતે વુમન્સ ODI વર્લ્ડ કપના સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. ટીમે ન્યૂઝીલેન્ડને 53 રન (DLS)થી હરાવ્યું. આ સાથે ભારત મહિલા નોકઆઉટ તબક્કામાં આગળ વધનારી ચોથી અને અંતિમ ટીમ બની, જ્યારે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા બહાર થઈ ગયા.
સ્મૃતિ મંધાના- પ્રતિકા રાવલે સેન્ચુરી ફટકારી
નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડે બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે 49 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 340 રન બનાવ્યા. વરસાદને કારણે ઇનિંગ એક ઓવર ઓછી થઈ ગઈ. આ ટીમનો વર્લ્ડ કપનો શ્રેષ્ઠ સ્કોર હતો. સ્મૃતિ મંધાનાએ 109, પ્રતિકા રાવલે 122 અને જેમીમાહ રોડ્રિગ્સે 76 રન બનાવ્યા.
ન્યૂઝીલેન્ડ 271 રન જ બનાવી શકી હતી
DLS પદ્ધતિ દ્વારા નક્કી કરાયેલા ન્યૂઝીલેન્ડને 44 ઓવરમાં 325 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ટીમે 59 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અમેલિયા કેરે 45 રન બનાવીને ટીમને સ્થિર કરી,
પરંતુ ટીમે 154 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી. બ્રુક હેલિડેએ અંતે ન્યૂઝીલેન્ડને જીત અપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગઈ. તેણીએ 81 અને ઇસાબેલ ગેઝે 65 રન બનાવ્યા. 8 વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ફક્ત 271 રન જ બનાવી શકી.


Leave a Comment