ગાંધીનગર: સુઘડ કેનાલમાં નહાવા પડતા ત્રણ શ્રમિકો ડૂબ્યા, એક શ્રમિકને બચાવી લેવાયો

workers drowned in the Sughad river: ગાંધીનગરમાં આજે ગુરૂવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં સુઘડ કેનાલમાં ત્રણ શ્રમિકો નહાવા પડ્યા હતા. જેમાંથી એક શ્રમિકને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બેની શોધખોળ હાલ ચાલી રહી છે.
ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને એક શ્રમિકનું રેસ્ક્યુ કર્યું
મળતી માહિતી પ્રમાણે મોટેરાથી આવેલા ત્રણ શ્રમિકો સુઘડ વિસ્તારમાં આવેલી કેનાલમાં નહાવા માટે ઉતર્યા હતા. અચાનક પાણીના પ્રવાહમાં ફસાઈ જતા ત્રણેય ડૂબી ગયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમે એક શ્રમિકનું રેસ્ક્યુ કર્યું છે.
હાલ અન્ય બે શ્રમિકોની શોધખોળ ચાલી રહી છે
બીજી તરફ આ બનાવની જાણ થતા ઘટના સ્થળે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું છે. તેમજ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ અન્ય બે શ્રમિકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.