વર્લ્ડ રેકોર્ડ! Finn Allenએ Chris Gayleનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, T20 વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી

by

Thenewsdk

Updated: 05-03-2026, 06.47 AM

Follow us:

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે કચડી નાખીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બુધવારે રમાયેલા આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એકવાર મોટા મંચ પર ‘ચોકર્સ’ સાબિત થઈ હતી. ફિન એલનની ઐતિહાસિક અને વિસ્ફોટક સદીની મદદથી કિવી ટીમે માત્ર 12.5 ઓવરમાં જ 170 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

ગ્રુપ સ્ટેજની હારનો લીધો બદલો

આ મેચ આશરે 20 દિવસ પહેલા ગ્રુપ સ્ટેજમાં રમાયેલા મુકાબલાનું પુનરાવર્તન હતું. તે સમયે દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને એકતરફી રીતે હરાવ્યું હતું, પરંતુ સેમિફાઇનલ જેવા મોટા મંચ પર કિવીઓએ વ્યાજ સાથે હિસાબ ચુકતે કર્યો હતો. ન્યૂઝીલેન્ડ હવે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઇનલના વિજેતા સામે ટકરાશે.

શરૂઆતથી જ પ્રોટીઝ ટીમ દબાણમાં

ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કિવી બોલરોએ ઇડન ગાર્ડન્સની સૂકી પીચ પર શરૂઆતથી જ દક્ષિણ આફ્રિકાને ભીંસમાં લીધું હતું. કોલ મેકકોન્ચીએ તેની એક જ ઓવરમાં ક્વિન્ટન ડી કોક અને રાયન રિકલ્ટનને સતત બે બોલમાં આઉટ કરીને આફ્રિકાનો સ્કોર 12/2 કરી નાખ્યો હતો. એડન માર્કરમ અને ડેવિડ મિલર જેવા દિગ્ગજો પણ રચિન રવિન્દ્રની સ્પિન સામે લાંબુ ટકી શક્યા નહોતા. એક સમયે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 77 રનમાં 5 વિકેટ થઈ ગયો હતો.

જેન્સન અને સ્ટબ્સની લડાયક બેટિંગ

મુશ્કેલ સ્થિતિમાં માર્કો જેન્સન અને ટ્રિસ્ટન સ્ટબ્સે બાજી સંભાળી હતી. બંનેએ મેટ હેનરી અને જેમ્સ નીશમ સામે આક્રમક શોટ્સ ફટકારીને સ્કોરબોર્ડ ગતિમાન રાખ્યું હતું. માર્કો જેન્સને માત્ર 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી ટીમને સન્માનજનક સ્કોર તરફ દોરી હતી. નિર્ધારિત 20 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાએ 8 વિકેટે 169 રન બનાવ્યા હતા.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.