યશ, કિયારા અડવાણી અને લાંબી સ્ટારકાસ્ટથી સજ્જ ફિલ્મ ‘ટૉક્સિક’ તેના જોરદાર ટાઇટલ ઇન્ટ્રો વીડિયો બાદથી જ ચર્ચામાં છે. હવે તેનું ટીઝર પણ આવી ગયું છે અને ફેન્સ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ડાયરેક્ટર ગીતુ મોહનદાસે પહેલેથી જ 20 ફેબ્રુઆરીએ ટીઝર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી, જેના પછીથી ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ટીઝર જોયા બાદ ફિલ્મ માટેનો ઉત્સાહ વધુ વધી ગયો છે. આ ફિલ્મ રણવીર સિંહની ‘ધુરંધર 2’ સાથે ટકરાશે.
ફેન્સે ફાયર ઈમોજી સાથે આપી પ્રતિક્રિયા
ગીતુ મોહનદાસે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર યશનું પોસ્ટર શેર કરીને ટીઝર રિલીઝની તારીખ જાહેર કરી હતી. કેપ્શનમાં લખ્યું હતું, “સવારના 9:35, 20.02.2026 #ToxicTeaser #Toxic 19-03-2026થી વિશ્વભરના સિનેમાઘરોમાં.” ફેન્સે ફાયર ઈમોજી સાથે પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી દીધી હતી.
તેઓ આ અપડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા માહિતી મુજબ ‘ટૉક્સિક’નું થિયેટ્રિકલ ટ્રેલર માર્ચના પહેલા અઠવાડિયામાં રિલીઝ થવાની શક્યતા છે, જોકે તેની હજી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.


Leave a Comment