ટેકનોલોજી

અરે વાહ! Google Mapsમાં આવી રહ્યું છે આ ખાસ ફીચર, હવે નેવિગેશન માટે વારંવાર એપ ખોલવી નહીં પડે!

Google Maps ‘લાઇવ અપડેટ્સ’ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચર યુઝર્સને Android ઇન્ટરફેસ પર રિયલ-ટાઇમમાં તેમના રૂટની પ્રગતિ બતાવશે. હાલમાં પણ લાઇવ અપડેટ્સ ઉપલબ્ધ છે,

પરંતુ અન્ય નોટિફિકેશન આવતાં જ મેપનું નોટિફિકેશન જતું રહે છે, તેથી આ સમસ્યાને દૂર કરવા માટે કામ ચાલી રહ્યું છે. અગાઉ, એવા અહેવાલો હતા કે આ ફીચર હાલમાં ફક્ત Android 16 માટે જ છે, જેનાથી યુઝર એક એપમાંથી બીજી એપમાં જાય તો પણ તેને લાઇવ અપડેટ્સ દેખાશે.

લાઇવ અપડેટ્સ શું છે?

લાઇવ અપડેટ્સ એ Android 16 નું એક સિસ્ટમ લેવલનું ફીચર છે, જે સમય-સંવેદનશીલ (time-sensitive) માહિતી દર્શાવે છે. ઉદાહરણ તરીકે, ફૂડ ઓર્ડર, Google Maps નેવિગેશન અથવા ફ્લાઇટ ટ્રેકિંગ જેવી માહિતી હવે યુઝરને લોક સ્ક્રીન, સ્ટેટસ બાર અને ઓલવેઝ-ઓન ડિસ્પ્લે પર પણ જોવા મળશે.

પહેલાં, આ નોટિફિકેશન અન્ય નોટિફિકેશનની વચ્ચે છુપાઈ જતું હતું, પરંતુ નવા ફીચરમાં આવું નહીં થાય. આ ફીચર Apple માં પહેલેથી જ ઉપલબ્ધ છે, અને હવે Android માટે લાવવામાં આવી રહ્યું છે.

Google Mapsમાં લાઇવ અપડેટ્સ કેવી રીતે કામ કરશે?

આ ફીચર એક હોરિઝોન્ટલ પ્રોગ્રેસ બાર દ્વારા કામ કરશે, જે સ્ક્રીન પર દેખાશે. આ બાર યુઝરને કુલ અંતરમાંથી કેટલું અંતર કાપ્યું છે અને કેટલું બાકી છે, તે બતાવશે. સાથે જ, ગંતવ્ય સુધી પહોંચવામાં હજી કેટલો સમય લાગશે તે પણ દેખાડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button