મારું ગુજરાત

છ મહિના માટે બંધ YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ, જાણો વૈકલ્પિક રૂટ

YMCA to Karnavati club

YMCA to Karnavati club: એસજી હાઈવે પર ચાલી રહેલા ફ્લાયઓવરના નિર્માણના કારણે 11 ઑગસ્ટથી YMCA ક્લબ ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ જતો 1.2 કિમીનો રસ્તો તમામ વાહનવ્યવહાર માટે છ મહિના સુધી બંધ રહેશે.

અહીં ફ્લાયઓવર માટેના રેમ્પ બનાવવાની કામગીરી હાથ ધરાશે. પરિણામે વાહનચાલકોએ હવે આ રસ્તો ટાળીને અંદાજે 2 કિમીનો ફરતો માર્ગ અપનાવવો પડશે.

ફેરફાર થયેલો ટ્રાફિક રૂટ કઈ રીતે રહેશે?

સરખેજથી કર્ણાવતી ક્લબ તરફ જતા વાહનોને હવે YMCA ક્લબ પાસે ડાબે વળીને ભગવાન સર્કલ સુધી જવું પડશે. ત્યાંથી જમણે વળી ઝવેરી સર્કલ (ચકરી સર્કલ) અને પછી ફરી જમણી તરફ વળી કર્ણાવતી ક્લબની દિશામાં આગળ વધવું પડશે.

આ તબક્કે ટ્રાફિકનો ફ્લો સ્મુથ રહે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા પૂર્વ સર્વે હાથ ધરાયો છે અને તૈયારી રૂપે અધિકારીઓને તૈનાત કરવામાં આવશે.

બ્રિજ બનાવતી કંપની પણ ટ્રાફિક નિયંત્રણમાં સહભાગી બનશે. મહત્વની બાબત એ છે કે ઇસ્કોનથી સરખેજ તરફ જતો માર્ગ ચાલુ રહેશે. ફક્ત YMCAથી કર્ણાવતી ક્લબ તરફના માર્ગ પર બંધ લાગુ પડશે.

વૈકલ્પિક રૂટ્સ પણ જાહેર કરાયા

સરખેજ અને સાણંદ તરફથી આવનારા વાહનચાલકો માટે પણ ઉપર જણાયા તે જ રૂટ લાગુ રહેશે

– YMCAથી ભગવાન સર્કલ, પછી ઝવેરી સર્કલ અને પછી કર્ણાવતી ક્લબ

પ્રહલાદનગર તરફથી કર્ણાવતી જંકશન પહોંચવા માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે:

– પ્રહલાદનગરથી ડાબે વળી YMCA સુધી જઈ, ત્યાંથી આંતરિક માર્ગ દ્વારા કર્ણાવતી ક્લબ પહોંચી શકાય

– બીજું વિકલ્પ તરીકે, પ્રહલાદનગર ચાર રસ્તેથી જમણે વળી સર્વિસ રોડ દ્વારા સીધા કર્ણાવતી જંકશન સુધી પહોંચવાનું રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button