29 સપ્ટેમ્બર વિશ્વ હ્રદય રોગ દિવસના દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર કાર્યક્રમ ભરૂચ એસવીએમઆઈટી કોલેજ ખાતે યોજાયો હતો.
આ અવસરે મુખ્ય અતિથિ તરીકે અધિક નિવાસી કલેકટર એન. આર. ધાંધલે યોગનું મહત્વ જણાવીને કહ્યું કે, આધુનિક યુગમાં હૃદય રોગની બીમારી વધી રહી છે ત્યારે દરરોજ યોગાસનો કરીને જીવન સ્વસ્થ રાખવાનો અનુરોધ કર્યો હતો. સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્ર્રીએ પણ લોકોને યોગ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડયું હતું આ અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લાના કોર્ડીનેટર ભાવિનીબેન ઠાકર દ્વારા હૃદય રોગ માટે યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. આ અવસરે SVMITના ટ્રસ્ટી જીવરાજભાઈ તેમજ જે. પી. કોલેજના પ્રિન્સિપલ નીતિનભાઈ પટેલ, બ્રહ્માકુમારીના અમિતાબેન, GNFC ના સ્પોર્ટ એન્ડ ક્લબના પ્રેસિડેન્ટ પંકજભાઈ પુરોહિત અને વાઇસ પ્રેસિડેન્ટ યાકેશભાઈ પ્રજાપતિ અને 650થી વધારે યોગ સાધકો હાજર રહ્યા હતા.
Source link