બિઝનેસ
Zydus Life Q1 Result: ઝાયડસ લાઈફના નફામાં 47 કરોડનો વધારો થયો

કંપનીની કોન્સોલિડેટેડ કમાણી 6208 કરોડ રૂપિયાથી વધીને 6574 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ઈબીટીડાની વાત કરીએ તો તેમાં પણ વધારો થયો છે. ઈબીટીડા 2,084 કરોડ રૂપિયાથી વધીને 2,089 કરોડ રૂપિયા થઈ ગયો છે. ઈબીટીડા માર્જિન 33.6% થી ઘટીને 31.8% થઈ ગયું છે.
ઝાયડસ લાઈફના શેરમાં સામાન્ય ઘટાડો
આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં કંપનીનો શેર રૂ. 954ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. દિવસ દરમિયાન શેરનો સૌથી વધુ ભાવ 969 રૂપિયા હતો અને સૌથી ઓછો 948 રૂપિયા હતો. આ દરમિયાન શેરબજારમાં ઝાયડસ લાઈફના શેરમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.