GUJARAT

જિલ્લામાં જુગારના 10 દરોડા : 43 પકડાયા, 3 ફરાર

  • વઢવાણ, લખતર, ચૂડા, ધ્રાંગધ્રા, દસાડા તાલુકામાં પોલીસની રેડ,
  • રોકડ અને મોબાઈલ સહિત રૂપિયા 1,41,110નો મુદ્દામાલ કબજે કરાયો
  •  ચાર આરોપી વિરુદ્ધ જુગાર ધારાનો ગુનો દાખલ કરી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

વઢવાણના ખમીસાણા ગામે તીનપત્તીનો જુગાર રમતા ભરત સાગરભાઈ દોદરીયા, બના અમથુભાઈ દેત્રોજા, મહેશ જયેશભાઈ દેત્રોજા, જીતેન્દ્ર ધમાભાઈ બરીપા, ચેતન બચુભાઈ દેત્રોજા, રણજીત નાગરભાઈ કોરડીયા, રમેશ ગોવિંદભાઈ બરીપા, હસુ ભુપતભાઈ સણોથરા અને મેહુલ નરશીભાઈ બરીપા રોકડા રૂપીયા 17,840, રૂપીયા 15,500ના 4 મોબાઈલ ફોન સહિત રૂપીયા 33,340ની મત્તા સાથે પકડાયા હતા.

જયારે લખતરના અણીયાળીમાંથી વિશાલ ઠાકરશીભાઈ હાંડા, હીતેશ લધુભાઈ સાકરીયા, અશ્વીન મનુભાઈ સાકરીયા, કીશન બુધાભાઈ ઓળકીયા રોકડા રૂપીયા 11,470, રૂપીયા 20 હજારના 4 મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા 31,470ની મત્તા સાથે પકડાયા હતા. અને ધ્રાંગધ્રાના હળવદ રોડ પર જુગાર રમતા મીત સુરેશભાઈ રાવલ, હીરેન વિનોદભાઈ રાઠોડ, પાર્થ રાજેશભાઈ ઠાકર, અભય મનીશભાઈ લખતરીયા, શંકર ખીમાભાઈ સોનગરા, રમેશ નારાયણભાઈ જાદવ, ધ્રુવ રાજેશભાઈ જાદવ, કમલેશ જગદીશભાઈ ટાંક અને સુનીલ રાજેશભાઈ જોષી રોકડા રૂપીયા 20,260 સાથે પકડાયા હતા. આ ઉપરાંત ધ્રાંગધ્રાના મોટી માલવણમાં ચેતન ઈશ્વરભાઈ ઝેઝરીયા, કિસ્મત રૂપાભાઈ કુડેચા, જગદીશ હરજીભાઈ મેથાણીયા, પ્રવીણસીંહ જોરૂભા ઝાલા, કીર્તી ચંદુભાઈ ઠાકર અને રામજી ચતુરભાઈ દસાડીયા રોકડા રૂપીયા 12,510 સાથે ઝડપાયા હતા. બીજી તરફ સુરેન્દ્રનગરની આદર્શ સોસાયટી પાછળ મફતીયાપરામાં જુગાર રમતા નવઘણ ભુપતભાઈ રાતોજા અને સુનીલ રમણીકભાઈ ત્રિવેદી રોકડા રૂપીયા 11,070, રૂપીયા 5500ના ર મોબાઈલ ફોન સહિત રૂપીયા 16,570ની મત્તા સાથે પકડાયા હતા. જયારે દસાડાના જૈનાબાદ ગામના ઠાકોર વાસમાં જુગાર રમતા મહેબુબ હસનભાઈ વડગામા, નવઘણ ભરતભાઈ મુલાડીયા, તાહીર મહેબુબભાઈ ભટ્ટી, સદ્દામહુસેન યાકુબભાઈ કુરેશી રોકડા રૂપીયા 11,330 સાથે ઝડપાયા હતા.

અને સુરેન્દ્રનગર બી ડીવીઝન પીએસઆઈ એસ.એમ.શેખ સહિતનાઓએ મુળચંદ રોડ પર આવેલ કેસરીયા બાલમ હોટલ પાછળ રમાતા જુગાર પર રેડ કરી હતી. જેમાં સંજય નાગરભાઈ ચારોલા, બુધા ઉર્ફે મુન્નો મનુભાઈ વાઘેલા, વિરેન્દ્ર શંકરભાઈ બાંભણીયા, અનીલ નવઘણભાઈ બાવાજી, ગોપાલ કમાભાઈ રાજપુત રોકડા રૂપીયા 11,230 સાથે ઝડપાયા હતા. આ ઉપરાંત દસાડાના બામણવામાં ચક્કી-ફુદ્દીનો જુગાર રમતો કાળુ રતીલાલ મરતોલીયા રોકડા રૂપીયા 2220 સાથે ઝડપાયો હતો.

બીજી તરફ ચુડાના વિજયનગરમાં જુગાર રમતા સુલતાન અહેમદભાઈ ઠાસરીયા અને ગફુર મહેબુબભાઈ ઠાસરીયા રોકડા રૂપીયા 2150 સાથે પકડાયા હતા. આ દરોડામાં રમજાન ઉર્ફે કમો મહેમુદભાઈ ઠાસરીયા, જાવીદ મહેમુદભાઈ ઠાસરીયા અને યુનુસ ઉર્ફે બુધો ભદ્રેશીયા ફરાર થઈ ગયા હતા. જયારે જોરાવરનગરના ગુરૂ દત્તાત્રેય મંદીર પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતો રાહુલ પ્રવીણભાઈ મોરી રોકડા રૂપીયા 340 સાથે પકડાયો હતો.

ચોટીલા પોલીસે મફ્તિયાપરામાંથી ચાર શકુનિઓને જુગાર રમતા પકડાયા

ચોટીલાઃ ચોટીલા પોલીસ સ્ટેશન ના પી આઈ આઇ બી વલવી ની સૂચનાથી પોલીસ સ્ટાફ્ શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ડીજે વાઘેલા અને આલાભાઇ રોજીયા ની હકીકતના આધારે મફ્તીયા પરા બળદેવભાઈ ધીરુભાઈ ના મકાનની બાજુમાં ચાર શકુનિઓ જુગાર રમતા ઝડપાયા હતા જેમાં વસંત સામતભાઈ મોરી રહે મફ્તિયા પરા બળદેવ ધીરુભાઈ મોરી રહે મફ્તિયા પરા ગોપાલ મનસુખભાઈ શિહોરા રહે મફ્તિયા પરા અને લાલજી વિરજીભાઈ રહે દાણાવાડા તાલુકો મુળી વાળા ને જાહેર મા જુગાર રમતા પકડી પાડી રોકડ રૂપિયા 10300 મોબાઈલ નંગ 2 5500 મળી કુલ 18500 મુદ્દામાલ પકડી ચાર આરોપી વિરુદ્ધ જુગાર ધારાનો ગુનો દાખલ કરી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button