GUJARAT

Gujaratમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદથી 10 લોકોના થયા મોત

  • ભારે વરસાદથી ST બસના 1166 રૂટ બંધ
  • વડોદરામાં NDRFની 6 ટીમ ખડેપગે
  • SDRFની 4 ટીમ વડોદરામાં તૈનાત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદથી 10 લોકોના મોત થયા છે,રાજયમાં વડોદરામાં હાલ પૂરની સ્થિતિ છે.વડોદરામાં એનડીઆરએફની છ ટીમ, એસડીઆરએફ ની ચાર ટીમ, આર્મીની ચાર કોલમ હાલ કામ કરી રહી છે.૧૧૬૬ રૂટ એસટીના રાજ્યમાં બંધ કરાયા.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ નોંધાયો

દ્વારકા, કચ્છ, જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.દ્વારકાના 4 તાલુકાઓમાં 8-11 ઇંચ વરસાદ,ભાણવડમાં 11 ઇંચ, કલ્યાણપુરમાં 10 ઇંચ,ખંભાળીયામાં 8.5 ઇંચ, દ્વારકામાં 8.5 ઇંચ,અબડાસામાં 8 ઇંચ, જામજોધપુરમાં 8 ઇંચ,નખત્રાણામાં 7.5 ઇંચ, લખપતમાં 7 ઇંચ,લાલપુર અને કાલાવડમાં 6.5 ઇંચ વરસાદ,ધોરાજીમાં 6 ઇંચ, માંડવીમાં 5.5 ઇંચ વરસાદ,કુતિયાણામાં 5 ઇંચ, લોધિકામાં 5 ઇંચ,રાણાવાવમાં 4.5 ઇંચ, પોરબંદરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં તંત્ર એલર્ટ મોર્ડ પર

રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭,૮૨૭ લોકોનું સ્થળાંતર તેમજ ૧,૬૫૩ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે.અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની ૧૩ અને SDRFની ૨૨ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ ભુપેન્દ્ર પટેલે મેળવી હતી.સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમ નો એવરેજ ૯૧.૮૮ ટકા વરસાદ થયો છે.

નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા

નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધના 15 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવ્યા હતા. જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતાં ગતરોજ સોમવારે વધુ 8 ગેટ મળી કુલ 23 ગેટ 2.2 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button