NATIONAL

Rajasthan: અજમેરમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું, 2 લોકોના મોત

અજમેરમાં આજે સવારથી વરસી રહેલા વરસાદે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ ચોમાસામાં અજમેરમાં ભારે વરસાદને કારણે અજમેરનું ઐતિહાસિક અનાસાગર તળાવ અને ફોય સાગર તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. અનસાગર તળાવના દરવાજા ખોલવાને કારણે શહેરમાં પાણીનો નિકાલ નહીંવત બન્યો છે.

ડાઈ નદીમાં પૂર આવતા એક ખેડૂત તણાયો

અજમેર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શુક્રવારે સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. સાથે સાથે હજુ પણ હળવો વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનાસાગરમાં પણ પાણીની આવક વધુ હોવાથી ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. પુષ્કર સરોવરના ડૂબ વિસ્તારમાં બનેલી હોટેલોને પણ ખાલી કરાવવામાં આવી છે. અહીં 2 થી 3 ફૂટ પાણી ભરાયા છે. ભારે વરસાદ વરસતા નસીરાબાદમાં ડાઈ નદીમાં પૂર આવતા એક ખેડૂત તણાયો છે. જ્યારે વિજયનગરમાં લોરડી ડેમ તૂટી પડતા ડૂબી જવાથી બે લોકોના મોત થયા છે. જિલ્લાના મોટાભાગના ડેમ અને તળાવો ઓવરફ્લો થઈ ગયા છે.

અજમેરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

અજમેરમાં શુક્રવારે ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. સ્થિતિ એવી છે કે સવારે 8 વાગ્યાથી સતત વરસાદ ચાલુ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં અજમેરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. શહેરના અનેક માર્ગો પર નદીઓ વહેતી થઈ છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ડ્રેનેજના અભાવે અનેક વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. જેના કારણે વરસાદી પાણી ભરાતા લોકોના ઘરવખરીનો સામાન બગડી ગયો હતો. ફોય સાગર રોડ પર આવેલી ઘણી કોલોનીઓ પાણીમાં ડૂબી ગઈ છે, જ્યાં લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

લોર્ડી ડેમ તૂટવાથી બે લોકોના મોત

ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. ડાઈ નદી ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે એક ખેડૂત નદીના વહેણમાં તણાયો છે. હાલ ખેડૂતને શોધવાના પ્રયાસો ચાલુ છે. જ્યારે બ્યાવર જિલ્લાના વિજયનગર વિસ્તારમાં લોરડી ડેમ તૂટવાથી બે લોકોના તણાઈ જવાથી મૃત્યુ થયા છે. બન્નેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા છે. મસૂદાના ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ શૌક સત્રાટ પરિવારના ઘરે પહોંચ્યા અને તેમને સાંત્વના પાઠવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button