GUJARAT

BJPમાં 3 જૂથો સક્રિય, જવાહર ચાવડાની વાત ગંભીરઃ મનીષ દોશી

જવાહર ચાવડાના લેટર બોમ્બ પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે જવાહર ચાવડાની વાત ખુબ જ ગંભીરી છે અને હાલમાં ભાજપમાં ત્રણ જૂથ કાર્યરત જોવા મળી રહ્યા છે.

પત્રકાર પરિષદમાં ભાજપને લઈને કોંગ્રેસ નેતાએ કરી આ વાત

મનીષ દોશીએ કહ્યું કે ભાજપમાં 3 જૂથ છે, એક આરએસએસ સાથેનું જૂથ બીજું ખૂણામાં મુકાઈ ગયેલા નેતાઓનું અને પક્ષ પાલતું ગ્રુપ અને ત્રીજું સત્તા સાથે અને સત્તાના લાભાર્થીઓનું જૂથ ભાજપમાં જોવા મળે છે. જવાહર ચાવડાએ જે વાત કરી તે ઘણી ગંભીર વાત છે. ભાજપના નેતાઓ અને પ્રવક્તાના કારણે જૂનાગઢમાં પુર આવ્યું હોવાની વાત પણ કોંગ્રેસ નેતાએ પત્રકાર પરિષદમાં કરી.

મુખ્યમંત્રીની વાત કોઈ સાંભળતુ નથી: મનીષ દોશી

વધુમાં જાણકારી આપતા મનીષ દોશીએ જણાવ્યું કે ભૂતકાળમાં મુખ્યમંત્રીએ જાહેરમાં કહ્યું છે કે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે, પરંતુ મુખ્યમંત્રીનું કોઈ સાંભળતું નથી. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કાગળ પર મક્કમ પગલાં ક્યારે લેશે? તે પણ એક સવાલ છે.

જવાહર ચાવડા કોંગ્રેસમાં જોડાશે કે નહીં?

આ સાથે જ મનીષ દોશીને જવાહર ચાવડા કોંગ્રેસમાં જોડાશે કે નહીં તે અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમને કહ્યું કે જવાહર ચાવડા જાહેર જીવનના નેતા છે અને કોંગ્રેસમાં જોડાવું કે ન જોડાવું તે તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે અને જવાહર ચાવડાને કોંગ્રેસમાં લેવા કે ન લેવા તે પક્ષનું નેતૃત્વ નક્કી કરશે.

ભાજપના સદસ્યતા અભિયાન પર મનીષ દોશીએ કહી આ વાત

ભાજપના સદસ્યતા અભિયાન પર કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતના લોકો પારાવાર મુશ્કેલીમાં છે, તેવામાં ભાજપે સદસ્યતા અભિયાન ચલાવ્યું છે. ભાજપને સદસ્યતા અભિયાનમાં સારો પ્રતિસાદ મળ્યો નથી એટલે રૂપિયા આપીને સદસ્ય બનાવે છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓને પણ સદસ્ય બનાવવામાં આવે છે જે દુઃખદ બાબત છે.

આ સાથે જ ભાજપે સભ્ય બનાવવા માટે 5-5 રૂપિયા આપવામાં આવે એવી સ્કીમો બનાવી છે, ભાજપની સરકારી સ્કીમો હવે સ્કેમ બની ગઈ છે. ભાજપમાં ગેરકાયદેસર રીતે સભ્ય બનાવવાનો ખેલ ચાલી રહ્યો છે તેવુ મનીષ દોશીએ જણાવ્યું હતું. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button