SPORTS

Football: મેચફિક્સિંગના મામલે ચીનના 38 પ્લેયર્સ અને પાંચ અધિકારી આજીવન સસ્પેન્ડ થયા

ચીન ફૂટબોલ એસોસિયેશને ભ્રષ્ટાચાર અને મેચ ફિક્સિંગના મામલે 38 પ્લેયર્સ અને પાંચ અધિકારી એમ કુલ 43 વ્યક્તિઓ ઉપર આજીવન પ્રતિબંધ લાદી દીધો હતો. 120 મેચ, 128 શંકાસ્પદ તથા 41 ક્લબની ગતિવિધિઓની ઝીણવટપૂર્વક તપાસ કર્યા બાદ આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.

લાંચરુશવત, મેચ ફિક્સિંગ તથા ઓનલાઇન ગેમ્બલિંગની હજારો શંકાસ્પદ પ્રક્રિયાઓની છેલ્લા બે વર્ષથી તપાસ કરવામાં આવતી હતી. કેટલાક ખેલાડીઓ અને અધિકારીઓને બે વર્ષ સુધીના ટૂંકા ગાળાના પ્રતિબંધનો પણ સામનો કરવો પડયો છે. ચીનની વિવિધ ક્લબો માટે મોટી રકમમાં કરારબદ્ધ થયેલા વિદેશી ખેલાડીઓ પણ ફિક્સિંગમાં સંડોવાયેલા છે. આજીવન પ્રતિબંધિત થયેલા ખેલાડીઓમાં ચીનના ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ પ્લેયર જિન ઝિંગડાઓ, ગુઓ તિયાનયૂ તથા જીયુ ચાઓ પણ સામેલ છે. 2026ના વર્લ્ડ કપ માટેના એશિયન ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં ચીનનો સાઉદી અરેબિયા સામે મુકાબલો થવાનો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button