GUJARAT

Rajkotમાં ગણેશ પંડાલમાં દારૂ પી છાકટા બનેલા 4 ઝડપાયા

રાજકોટમાં ગણેશ પંડાલમાં દારૂ પી છાકટા બનેલા 4 ઝડપાયા છે. જેમાં ગણેશ પંડાલમાં દારૂ પીને છાકટા બન્યા હતા. મોરબી રોડ વિસ્તારના ગણેશ પંડાલનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ ચારેયને ઝડપ્યા છે. તેમજ માફી માંગી ફરી આવું ન કરવાની ખાતરી આપી છે.

ગણેશ પંડાલ પાસેની ઘટનાનો વીડિયો વાયરલ થયો

રાજકોટમાં ગણેશ મંડપ પાસે દારૂ પી છાકટા બનેલા 4 ઝડપાયા છે. જેમાં મોરબી રોડ વિસ્તારના ગણેશ પંડાલ પાસેની ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. તેમાં વાયરલ વીડિયોના આધારે બી ડિવિઝન પોલીસ મથક દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ આરોપીઓએ ઘટના અંગે માફી માંગી ફરી આવુ નહીં કરવાની ખાતરી આપી છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ગણેશ ચતુર્થી પર્વને લઈ દેશભરમાં ભક્તો ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. તેવામાં રાજકોટમાં આવેલા જે.કે. ચોકના રાજા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પંડાલમાં ગણપતિદાદાની પ્રદક્ષિણા સફેદ ઉંદર કરે છે જેને જોઈ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

ગણેશ પંડાલ હાલ દરેક ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ

શિવ શક્તિ યુવા ગ્રુપ દ્વારા જે.કે. ચોકના રાજા ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ પંડાલ હાલ દરેક ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ગણેશ પંડાલમાં તમને જીવતા ઉંદરો દાદાની પ્રદક્ષિણા કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળશે. શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી અલગ અલગ થીમ પર આયોજન કરે છે. આ વર્ષે કરેલા ખાસ પ્રકારના આયોજનથી પંડાલમાં બિરાજમાન શ્રીજી અને તેમના ઉંદર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પંડાલમાં સફેદ રંગના ઉંદરો દાદાની પ્રદક્ષિણા કરતા હોય તેવા દર્શન ભક્તોને થાય છે. સાથે સાથે વૈદિક પુરાણ થીમ એટલે સિમ્બોલ ઓફ હિન્દુ સંસ્કૃતિની થીમ આધારિત શ્રીફળ, નાડાછડી, બિંદી, રુદ્રાક્ષ, સ્વસ્તિક, ગોટાપતિ, ઘંટ-શંખ, મંડલા દ્વારા ડોમમાં શણગાર કરવામાં આવ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button