GUJARAT

Dhanghdhra: બજારમાંથી દુકાન પાસે મોપેડની ડેકીમાં મૂકેલા રૂ.ચાર લાખની ઉઠાંતરી

  • CCTV કેમેરાના ફૂટેજમાં અજાણ્યા યુવક-યુવતી બેંકમાં શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે તપાસ આદરી
  •  પોલીસને સીસીટીવી કેમેરામાં યુવક-યુવતી દેખાતા શોધખોળ હાથ ધરી છે
  • આ પિતા-પુત્ર રૂપિયા ઉપાડી નીકળ્યા બાદ દુકાન સુધી પીછો કર્યાનું જણાયુ હતુ

ધ્રાંગધ્રા શહેરની મેઇન બજારમાં દુકાન પાસે પાર્ક કરેલા એકટીવા મોપેડની ડેકીનું તાળુ તોડી રૂ. 4લાખની ઉઠાંતરી થયા બાદ પોલીસને સીસીટીવી કેમેરામાં યુવક-યુવતી દેખાતા શોધખોળ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા શહેરની મોઢવણીકની વાડી પાસે ઉમીયા જનરલ સ્ટોર દુકાન ધારક ભાવેશ દયારામભાઇ પટેલ પિતા સાથે પોતાના પિતાના ખાતામાંથી ચાર લાખ આઠ હજાર ઉપાડીને એકટીવાની ડેકીમાં મુકી લઘુશંકા માટે ગયો હતો. પરત આવી રૂપિયા કાઢવા જતા ડેકીનું લોક તુટેલુ જોઇ રૂપિયા ઉઠાવી ગયાનું જણાતા આજુબાજુમાં તપાસ કરતા ચોર ઇસમ જોવા મળેલ નહી. આ બાબતની તાત્કાલિક ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરતા દુકાન પાસેના સીસીટીવી કેમેરામાં યુવક દોડતો દેખાયો હતો. ત્યારબાદ BOBના સીસીટીવી કેમેરા તપાસતા બેંકની અંદર અજાણી યુવક-યુવતી બેઠેલા દેખાયા હતા. જેથી આ બંનેએ રેકી કરી આ પિતા-પુત્ર રૂપિયા ઉપાડી નીકળ્યા બાદ દુકાન સુધી પીછો કર્યાનું જણાયુ હતુ. આમ પોલીસને બંને જગ્યાના સીસીટીવીમાં દેખાતા યુવક યુવતીની શોધખોળ હાથ ધરી વધુ તપાસ ધ્રાંગધ્રા સિટી પોલીસ ચલાવી રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button