GUJARAT

Surendranagar: ઘર પાસે દારૂ-વેચવાની ના પાડતા જાતિ-અપમાનિત કરી 4 શખ્સોએ ધમકી આપી

  • રૂપાવટીમાં એટ્રોસિટી અને ધમકી આપ્યાની સામ-સામે ફરિયાદ
  • દારૂ વેચવાની ના પાડતા 4 શખ્સોએ જાતિ અપમાનીત કરી ધમકી આપી હતી
  • ધમકી મળતા મહિલાએ ફિનાઈલ ગટગટાવ્યું, સરપંચ સહિત 7 સામે ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના રૂપાવટી ગામે રક્ષાબંધનના દિવસે ઘર પાસે દારૂ વેચવાની ના પાડતા 4 શખ્સોએ જાતિ અપમાનીત કરી ધમકી આપી હતી. જયારે સામે મહિલાને લાગી આવતા ફીનાઈલ પી લીધુ હતુ. બનાવની સામ-સામે બન્ને પક્ષે 11 આરોપીઓ સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ થાનના રૂપાવટી ગામે આવેલા વણકરવાસમાં રાજેશ પીતાંબરભાઈ ચાવડા રહે છે. તા. 19મી ઓગસ્ટને રક્ષાબંધનના દિવસે તેમના ઘર પાસે દીપક દેવુભાઈ મારૂણીયા બાઈક પર દારૂ વેચતો હતો. આથી રાજેશભાઈએ તહેવાર છે. મારા ઘર પાસે દારૂ કેમ વેચો છો. તેમ કહ્યુ હતુ. આથી દીપક મારૂણીયા, ભુપત દેવુભાઈ મારૂણીયા, દીલીપ દેવુભાઈ મારૂણીયા અને શકિત ભુપતભાઈ મારૂણીયાએ ઉશ્કેરાઈ જઈ તારે કરવી હોય એટલી એટ્રોસીટી કરી લેજે, ભલે સજા કાપવાની થાય કાપી લઈશુ. તેમ કહી જાતી અપમાનીત કરી છરી અને લોખંડનો પાઈપ લઈ આવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જયારે સામાપક્ષે જનકબેન દીપકભાઈ મારૂણીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તા. 19મીના રોજ સવારે સરપંચ ગીરીરાજસીંહ મજબુતસીંહ ઝાલા, યુવરાજસીંહ સુખુભા ઝાલા, સુખુભા મનુભા ઝાલા બજારમાં બેઠા હતા. જનકબેન શાકભાજી લેવા જતા હતા ત્યારે તેઓએ તારા ઘરના કોઈ સભ્યને ગામમાં રહેવા દેવા નથી તેમ કહી અપશબ્દો કહ્યા હતા. જયારે સાંજના રાજેશ પિતાંબરભાઈ ચાવડા, પ્રવીણ પિતાંબરભાઈ ચાવડા, ચેતન પ્રવીણભાઈ ચાવડા અને દશરથ પ્રવીણભાઈ ચાવડાએ દીપકભાઈ છાશ લેવા જતા હતા. ત્યારે લાકડાના ધોકા લઈને દીપકભાઈને ઘેરીને અપશબ્દો કહ્યા હતા. અને એટ્રોસીટીના ખોટા કેસમાં ફસાવી દેવા છે. તેમ કહી ધમકી આપી હતી. આથી લાગી આવતા જનકબેને રાત્રે ફીનાઈલ પી લેતા સારવાર માટે સી.યુ.શાહ મેડીકલ કોલેજ લઈ જવાયા હતા. બનાવની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button