GUJARAT

Rajkot: કોલેરાના 6 કેસ આવ્યા સામે, રામનગર વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો

રાજકોટમાં રામનગરમાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે અને હાલમાં રામનગર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે અને જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોલેરાના 6 કેસ મળી આવ્યા છે.

શંકાસ્પદ ડેન્ગ્યુથી યુવકનું મોત છતા તંત્ર અજાણ

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા રામનગરથી થોડે દૂર લોહાનગરમાં કોલેરાના બે કેસ મળી આવ્યા હતા. શંકાસ્પદ ડેન્ગ્યુના તાવથી યુવકનું મોત છતાં મહાપાલિકાનું તંત્ર અજાણ હતું. હાલમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ 2 હજાર દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. કોલેરાના કેસ મળી આવ્યા બાદ વિસ્તારમાં ખાણી પીણી અને પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી દુકાનો બંધ રાખવામાં આવી છે અને મહાપાલિકાનું તંત્ર વિસ્તારમાં કોલેરાએ દેખા દેતા સફાળુ જાગ્યું છે.

કચ્છના લખપતમાં ન્યુમોનિયાનો કહેર, 4 દિવસમાં 12 લોકોના મોત

બીજી તરફ કચ્છના લખપતમાં ન્યુમોનિયાએ તરખટ મચાવ્યો છે અને છેલ્લા 4 જ દિવસમાં ન્યુમોનિયાના કારણે 12 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આશ્ચર્યની વાત એ છે કે ન્યુમોનિયા તાવના કારણે 12 લોકોના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિદ્રાધીન બન્યું છે અને તેને લઈને કોઈ પગલા લેવામાં આવ્યા નથી. લખપત વિસ્તારના મેડી, ભરાવાંઢ, વાલાવારી, બેખડા, સાંધ્રો, મોરગર, લખાપરમાં ન્યુમોનિયાના લીધે મોત થયા છે. ત્યારે મોતના વધતા આંકડા વચ્ચે પણ આરોગ્ય વિભાગ નિંદ્રાધીન જોવા મળી રહ્યો છે. પાન્ધ્રો જિલ્લા પંચાયતના સભ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને તમામ પરિસ્થિતિ અંગે માહિતગાર કર્યા છે અને પત્રમાં મૃત્યુ પામનારના નામની તમામ વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે.

ભાવનગરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો

ભાવનગરમાં પણ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે અને શહેર અને જિલ્લામાં કોલેરાએ ભરડો લીધો છે. છેલ્લા 3 મહિનામાં કોલેરાના 400 દર્દીઓ નોંધાયા છે અને આ સિવાય ડેન્ગ્યૂ, ટાઈફોઈડ, મેલેરિયાના કેસમાં પણ વધારો નોંધાયો છે. જણાવી દઈએ કે ડેન્ગ્યૂના 58, મેલેરિયાના 12 દર્દીઓ, ટાઈફોઈડના 54, ઝાડા-ઉલ્ટીના 2651 કેસ નોંધાયા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button