GUJARAT

માછણ નાળા ડેમ છલકાતાં 7 ગામને એલર્ટ કરાયા

  • દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ઑગસ્ટના પ્રથમ પખવાડિયામાં
  • દાહોદ શહેરને પાણી પુરું પાડતા પાટાડુંગરી, અને કડાણા ડેમ હજુ ભરાયા નથી
  • ઝાલોદ તાલુકામાં માછણ નાણા ડેમ છલકાયો

દાહોદ જિલ્લામાં ઓગસ્ટ માસ અડધો વીતવા આવ્યો છતાં સંતોષકારક વરસાદ ના પડતા જિલ્લાના ડેમો તળાવ કુવા હજી છલકાયા નથી જિલ્લામાં અત્યાર સુધીમાં 45.24 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દાહોદ તાલુકા નો 57.33 ટકા વરસાદ પડયો છે . જિલ્લાના ઝાલોદ તાલુકાના માછન નાણા ડેમ છલકાતા સાત ગામોને એલર્ટ કરાયા છે.

 રાજ્યના મોટાભાગના જિલ્લા અને તાલુકામાં મેઘરાજા મહેરબાની કરી છે. તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘાએ મહેર કરી જળબંબાકાર કર્યું છે. દાહોદ જિલ્લામાં ઓગસ્ટમાં અડધો થયો છતાં પણ સંતોષકારક વરસાદ ન પડતા જિલ્લાના તળાવો કુવા ડેમો હજી છલકાયા નથી દાહોદ શહેરને પાણી પૂરું પાડતા પાટાડુંગરી અને કડાના ડેમ પણ હજી ભરાયા નથી. તો જિલ્લાના તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઓછા વરસાદના કારણે તળાવો કોતરડા તેમજ કુવાઓ છલકાયા નથી. આકાશમાં વાદળ મેઘ સવારીની છડી પોકારતા હે તેવા દ્રશ્યો સર્જાય છે અને વરસાદ પડશે તેઓ માહોલ પણ સર્જાય છે. પરંતુ સામાન્ય ઝાપટા પડી માત્ર રસ્તા ભીના થાય છે. ઝરમર વરસાદને લઈ કાદવ કીચડ નું સામ્રાજ્ય થતાં માખી મચ્છર નો ઉપદ્રવ પણ ખૂબ વધી ગયો છે.

હાઈ એલર્ટ ગામો

કલેક્ટર ડો યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના નીચવાસના ઝાલોદ તાલુકાના ભાનપુર, ચિત્રોડિયા, ધાવડીયા, મહુડી, માંડલીખુટા, મુનખોસલા અને થેરકા એમ મળી કુલ સાત ગામોને સાવચેતીના પગલા લેવા સબંધિત સ્થાનિક લોકોને, ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button