GUJARAT

Diuની હોટલના મુજરામાં પોલીસની રેડ,8 મહિલા, 9 પુરુષ, 1 ટ્રાન્સજેન્ડર ઝડપાયા

દીવમાં તુલીપ હોટેલમાં ચાલતા મુજરામાં ગત રાત્રિના પોલીસ ત્રાટકી હતી અને ડીજેના તાલે ડાન્સ કરતા -કરતા નોટો વરસાવતા 8 મહિલા, 9 પુરૂષ, 1 ટ્રાન્સજેન્ડર અને હોટેલના મેનેજરની અટક કરી હતી.

દીવની કારવા મસ્જિદ પાસે રેસીડેન્ટ એરિયામાં આવેલ હોટેલ તુલીપમાં ગતરાત્રિના સાડા નવ વાગ્યે બાતમીના આધારે ક્રાઈમ ટીમે તપાસ કરતા આઠ મહિલાઓ, નવ પુરૂષો અને એક ટ્રાન્સજેન્ડર હોટેલના પ્રિમાઈસીસમાં ડાન્સ અને મુજરો કરતા અને ડી.જે.ના તાલે નોટો ઉડાડતા હતા. જેથી એસપીના માર્ગદર્શનમાં SDPO હોટેલ તુલીપ પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી. જેમા વીઆઈએસ 296 એફઆઈઆર નોંધી અને આઠ મહિલાઓ, નવ પુરૂષો એક ટ્રાન્સજેન્ડર અને હોટેલના મેનેજરની અટક કરી અને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સાથે રૂ.40,600ની રકમ અને અન્ય ચીજ-વસ્તુઓ પણ કબજે કરી હતી. તુલીપ હોટેલના માલિક બિપીનભાઈ શાહ છે આ ઘટના બનતા સમગ્ર દીવ જિલ્લામા આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button