ENTERTAINMENT

Abhishek Bachchan :ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડા પર પહેલી પ્રતિક્રિયા જાણો શું કહ્યુ?

  • અભિષેક બચ્ચને એક પત્રકારની પોસ્ટ લાઈક કરી હતી
  • જેમાં છૂટાછેડા સાથે જોડાયેલી વાતો લખવામાં આવી હતી
  • ડીપફેક વીડિયોમાં અભિષેક છૂટાછેડાની પુષ્ટિ કરતો જોવા મળ્યો હતો

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના છૂટાછેડાના સમાચારને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના છૂટાછેડાની અફવાઓ સામે આવી રહી છે. આ અફવાઓ ત્યારે વધુ ચર્ચામા આવી જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે લગ્ન સમારોહમાં એકલા પહોંચ્યા, જ્યારે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા અલગથી પહોંચ્યા.

અભિષેક બચ્ચનનો આ ડીપફેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

મામલો વધારે ચગડોળે ત્યારે ચડ્યો જ્યારે અભિષેક બચ્ચને એક પત્રકારની પોસ્ટ લાઈક કરી હતી જેમાં છૂટાછેડા સાથે જોડાયેલી વાતો લખવામાં આવી હતી. ત્યારબાદ ડીપફેક વીડિયોમાં અભિષેક છૂટાછેડાની પુષ્ટિ કરતો જોવા મળ્યો હતો. જો કે પાછળથી એ સાબીત થયુ કે આ એક ફેક વીડિયો છે.

અભિષેકે તેની લગ્નની વીંટી બતાવી અને કહ્યું, “હું હજી પરિણીત છું.”

અભિષેક બચ્ચનનો આ ડીપફેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ દરમિયાન અભિષેક બચ્ચન પેરિસમાં ઓલિમ્પિક 2024ની મજા માણતો જોવા મળ્યો હતો. હવે તેણે છુટાછેડાને લઇને મૌન તોડ્યું છે અને કહ્યું છે કે આ માત્ર અફવા છે. એટલે કે તેઓએ છૂટાછેડા લીધા નથી. અભિષેકે તેની લગ્નની વીંટી બતાવી અને કહ્યું, “હું હજી પરિણીત છું.”

અભિષેક બચ્ચને કહ્યુ આવી ચર્ચાઓ તો થયા કરે

અભિષેક બચ્ચને કહ્યું, “મારે આ બધા (છૂટાછેડા) વિશે કંઈ કહેવું નથી. દુર્ભાગ્યે આખી વાત હદ બહાર છે. હું જાણું છું કે લોકો આવું કેમ કરે છે. અમે સેલિબ્રિટી છીએ, અમે આ સમજી શકીએ છીએ. આનાથી સાબિત થાય છે કે જે વીડિયો વાયરલ થયો છે તે સંપૂર્ણપણે ફેક છે.

અભિષેક બચ્ચને નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા હતા

અભિષેક બચ્ચનને રમત ગમતમાં ખુબ જ રસ છે આથી તે પેરિસ ઓલિમ્પિક 2024ની મેચ જોવા ગયો હતો. તેણે ઓલિમ્પિકમાં ભાગ લેવા બદલ ભારતીય ખેલાડીઓને ઉત્સાહિત કર્યા અને સમર્થન આપ્યું. નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યા બાદ અભિષેકે તેને અભિનંદન આપ્યા અને ગળે લગાવ્યા. તેનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેને જોઈને દરેક અભિષેકના વર્તનના વખાણ કરી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button