NATIONAL

Kolkata Doctor Death: તો CBIને સોંપી દઇશું કેસ, મમતા બેનર્જીનું મહત્વનું નિવેદન

  • કોલકાતામાં મહિલા ડોક્ટરની મોતનો મામલો
  • દેશભરમાં રેસિડેન્ટ ડોક્ટર કરી રહ્યા છે હડતાળ
  • મમતા બેનર્જી મૃત મહિલા ડોક્ટરના પરિજનોને મળ્યા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતાની આર,જી કર મેડિકલ હોસ્પિટલ કેસમાં મૃતક મહિલા ડોક્ટરના પરિવારને મળ્યા હતા. સીએમ મમતા પરિવારના સભ્યોના ઘરે જઈને તેમને મળવા ગયા અને પરિવારના સભ્યો સાથે વાત કરીને તેમની સ્થિતિ જાણી. મમતા બેનર્જીએ મૃતકના માતા-પિતા અને પરિવારના સભ્યો સાથે વાત કરી હતી.

મહત્વનું છે કે મહિલા ડોક્ટરની હત્યાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટર્સ દેશવ્યાપી હડતાળ પર ઉતર્યા છે. રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર ઉતરતા દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે. ત્યારે સીએમ મમતા બેનર્જીએ પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા પોલીસને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જો રવિવાર 18 ઑગષ્ટ સુધી કેસનો ઉકેલ નહી આવે તો અમે આ કેસ સીબીઆઇને સોંપી દઇશું.

પીડાદાયક અને આઘાતજનક ઘટના

મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે અમે કેસની તપાસ માટે ડોગ સ્ક્વોડ, વિડિયો વિભાગ અને ફોરેન્સિક વિભાગને તૈનાત કર્યા છે. જો કોલકાતા પોલીસ રવિવાર સુધીમાં કેસનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી તો અમે કેસ સીબીઆઈને સોંપી દઇશું. વધુમાં જણાવ્યું કે આ ખૂબ જ દર્દનાક ઘટના છે. આ મામલામાં જે પણ સામેલ છે તેને તાત્કાલિક સજા મળવી જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે આ કેસની સુનાવણી ઝડપથી થાય કારણ કે પછી ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનશે. હું આઘાતમાં છું કે હોસ્પિટલમાં નર્સો અને સુરક્ષા કર્મચારીઓની હાજરી હોવા છતાં આ ઘટના બની. તેમણે આ ઘટનાને પીડાદાયક અને આઘાત જનક ગણાવતા કહ્યું કે પીડિતાના માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે આ ગુનામાં કોઇ અંદરનું વ્યક્તિ પણ સામેલ છે.

સીબીઆઇ તપાસની માગ સાથે વિરોધ

કોલકાતાની આર.જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં કથિત રીતે બળાત્કાર અને હત્યા કરાયેલી મહિલા પોસ્ટ ગ્રેજ્યુએટ તાલીમાર્થીનો મૃતદેહ શુક્રવારે સવારે મળી આવ્યો હતો. શનિવારે આ સંબંધમાં એક નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ મામલે દેશભરમાં અલગ-અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને CBI તપાસની માંગ કરવામાં આવી રહી છે. AIIMS, દિલ્હીના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (RDA)ના સભ્યોએ 6 માંગણીઓ છે. જેમાં કેસની તપાસ CBIને સોંપવી, દોષિતો સામે કડક કાર્યવાહી અને પીડિતાના પરિવારને પર્યાપ્ત વળતર આપવાનો સમાવેશ થાય છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button