GUJARAT

Ahmedabad: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે કોંગ્રેસની તડામાર તૈયારી

  • ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત આવશે
  • આગામી 16, 17 ઓગસ્ટે વાસનિક ગુજરાતના પ્રવાસે
  • સિનિયર નેતાઓ, પદાધિકારીઓ સાથે કરશે બેઠક

અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત આવશે. આગામી 16, 17 ઓગસ્ટે બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે કોંગ્રેસના સિનિયર નેતાઓ અને પદાધિકારીઓ સાથે વાસનિક બેઠક કરશે.

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 2 દિવસ દરમિયાન મુકુલ વાસનિક કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાતના કોંગ્રેસના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. 16, 17 તારીખે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવશે. 17 તારીખે વિવિધ સેલના પદાધિકારીઓ સાથે બેઠક કરશે.

કોણ છે મુકુલ વાસનિક?

27 સપ્ટેમ્બર 1959ના રોજ મહારાષ્ટ્રના બૌદ્ધ પરિવારમાં જન્મેલા મુકુલ વાસનિકના પિતાનું નામ બાલકૃષ્ણ વાસનિક છે. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ લઈને NSUI સાથે જોડાઈને રાજકીય સફર શરૂ કરી હતી. પિતા રાજકારણમાં હોવાથી તેમના પગલે મુકુલ વાસનિક પણ રાજનીતિમાં આવ્યા. પિતા બાલકૃષ્ણની જ પરંપરાગત બેઠક પરથી ત્રણવાર સંસદસભ્ય તરીકે ચૂંટાયા. તેઓ માત્ર 25 વર્ષની ઉંમરે બુલઢાણાની સીટ પરથી લોકસભા ચૂંટણી લડીને સંસદસભ્ય બન્યાં હતાં. મુકુલ વાસનિક સૌથી નાની વયે સંસદસભ્ય બનનારા નેતા છે અને તેમણે પિતાનો રેકોર્ડ તોડીને માત્ર 25 વર્ષની ઉંમરે એ જ બુલઢાણા બેઠક પરથી સંસદસભ્ય બનવાનો રેકોર્ડ તોડ્યો હતો. વર્ષ 1984થી 1986 સુધી તેઓ એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યાં. એ પછી તેમને 1988-90 દરમિયાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા. તેઓ કેન્દ્રની UPA સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2009થી 2014 સુધી તેમણે મહારાષ્ટ્રની રામટેક બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પણ છે. તેમજ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સભ્ય પણ છે. જૂન 2022માં તેમને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button