GUJARAT

Surendranagar: સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને મુસાફરો ક્યૂઆર કોડથી ભાડું ચૂકવી શકશે

  • રાજકોટ ડિવિઝન દ્વારા શરૂ કરાયેલ સેવામાં સુરેન્દ્રનગરનો સમાવેશ
  • ડિજિટલ ઈન્ડિયાની પહેલને પ્રોત્સાહન આપવા રેલવેનો નિર્ણય
  • જેનાથી મુસાફરોને ટીકીટનું ભાડુ રોકડમાં આપવુ પડશે નહી અને છુટ્ટા પૈસાની ઝંઝટમાંથી પણ મુકતી મળશે

રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા વીવીધ રેલવે સ્ટેશને કયુઆર કોડથી ભાડાની ચુકવણી શરૂ કરાઈ છે. જેમાં સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થતા મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ડીજીટલ ઈન્ડીયાને પ્રોત્સાહન દ્વારા રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા વીવીધ રેલવે સ્ટેશને આ સેવા શરૂ કરાઈ છે.

ડીજીટલ ઈન્ડીયાને પ્રોત્સાહન આપવાના હેતુથી રેલવે પણ વીવીધ કેશલેસ વ્યવહારો તરફ વળી છે. મુસાફરોને સરળ અને વધુ કાર્યક્ષમ સેવા સુનિશ્ચિત કરવા માટે રાજકોટ રેલ ડીવીઝન દ્વારા રેલવે રીઝર્વેશન ઓફીસ અને બુકીંગ ઓફીસના તમામ કાઉન્ટર પર કયુઆર કોડ ડીવાઈસ મુકવામાં આવ્યા છે. જેમાં ડીજીટલ માધ્યમથી મુસાફરો ભાડુ ચુકવી શકશે. આ સુવીધા રાજકોટ ડીવીઝનના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિત વીવીધ સ્ટેશનો પર કરાઈ છે. જેમાં આરક્ષીત અને અનરીઝર્વડ ટીકીટો કયુઆર કોડથી પેમેન્ટ કરી મેળવી શકાશે. જેનાથી મુસાફરોને ટીકીટનું ભાડુ રોકડમાં આપવુ પડશે નહી અને છુટ્ટા પૈસાની ઝંઝટમાંથી પણ મુકતી મળશે.

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર આ સેવા શરૂ થતા મુસાફરો તેનો ઉપયોગ કરવા લાગ્યા છે. અને તેઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button