GUJARAT

Surendranagar: અમદાવાદ જિલ્લાના બગોદરા સહિતના હાઇવે પર રખડતાં ઢોર સામે કાર્યવાહીમાં તંત્ર

  • જિ. પં. પ્રમુખ સમસ્યા અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં નિરસ, કલેકટર અને ડીડીઓ રસ નહીં લેતા સ્થિતિ કથળી
  • હાઇવે પર રસ્તા અને ઓવરબ્રિજ પર રખડતાં ઢોરના લીધે દરરોજ નાના-મોટા વાહનોના અકસ્માતો થાય છે
  • હકિકતમાં અમદાવાદમાં રખડતાં ઢોર પર કડક કાર્યવાહીના પગલે જિલ્લામાં ઢોર છોડી દેવાયા છે

અમદાવાદ જિલ્લાના વિવિધ હાઇવે પર રખડતાં ઢોર સામે કાર્યવાહી કરવામાં તંત્ર ઉદાસીન છે. જિલ્લા પંચાયત પ્રમુખ રખડતાં ઢોરની સમસ્યા અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં નિરસતા દાખવી રહ્યા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.

જિલ્લા કલેકટર અને ડીડીઓ પણ રસ નહીં લેતા સ્થિતી કથળતી ગઇ છે. રવિવારે પણ રાતે ગાયની અડફેટ વાહન આવી જતાં કાર ચાલકને સામાન્ય ઇજા થઇ હતી. પોલીસના અધિકારીઓ પણ સબંધિત તંત્રનું ધ્યાન દોરતાં નહીં હોવાથી જિલ્લામાં હાઇવેના રસ્તા અને ઓવરબ્રિજ પર ગાયો બેસી જાય છે અને ગાયો ફરતી જોવા મળે છે. હાઇવે પર રખડતાં ઢોરના લીધે હાઇવે પર દરરોજ નાના-મોટા અકસ્માતો થાય છે. ગાયોના પણ મોત થઇ રહ્યા છે અને વાહન ચાલકોને પણ નાની-મોટી ઇજા થાય છે. આમ છતાં તંત્ર સુધરતું નથી. જિલ્લામાં થતાં અકસ્માતનો સર્વે કરાય છે. સર્વેમાં ગાયોની સમસ્યાને લઇને ચિંતા વ્યક્ત કરાય છે. પરંતુ કોઇ નક્કર પગલાં નહીં ભરાતા હવે વાહન ચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. આ અંગે સ્થાનિક રાજકીય આગેવાનોને ફરિયાદો પણ મળી છે. પરંતુ તંત્ર કોઇ કાર્યવાહી જ કરતું નથી. જિલ્લા કલેકટર હેઠળ મળતી સંકલનની બેઠકમાં પણ આ મુદ્દે રજૂઆત કરાઇ નથી. એટલે કે સ્થાનિક રાજકીય આગેવાનો રજૂઆતોને આગળ ધકેલતા નથી. પરિણામે આજે જિલ્લાના બગોદરા હાઇવેના રોડ પર ઠેર ઠેર ગાયોના ટોળા જોવા મળે છે. પીકઅવર્સમાં ગાયોના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ દેખાય છે. સોશીયલ મિડીયામાં પણ લોકો રોષ ઠાલવે છે. પરંતુ પંચાયત, નગરપાલિક કે જિલ્લા પંચાયત દ્વારા કાર્યવાહી કરવા સૂચના અપાતી નથી. વિપક્ષે કહ્યું કે, જિલ્લા પંચાયતના પ્રમુખે તમામ સદસ્યોની બેઠક બોલાવી સૂચના આપવી જોઇએ. આ ગંભીર પ્રશ્ન હોવા છતાં રાજકીય આગેવાનો શોભાના ગાંઢીયા સમાન બની સમસ્યાને જોયા કરે છે. જિલ્લા પ્રમુખ કંચનબા વાઘેલા માત્ર વિકાસના કાર્યોમાં રસ લઇ રહ્યા છે. પ્રજાની સમસ્યાના નિવારણમાં રસ દાખવતા નહીં હોવાનો વિપક્ષે આક્ષેપ કરતાં કહ્યું કે, પ્રમુખ ગાયો અને માણસોના વધુ મોત થાય તેની રાહ જોઇને બેસી રહ્યા છે.

સંકલનમાં મુદ્દો લેવાશેઃકંચનબા વાઘેલા, જિ. પં.પ્રમુખ

ગાયોના મોત અંગેના હેવાલ મને મળ્યા છે. લોકોની પણ રજૂઆતો મળી છે. હકિકતમાં અમદાવાદમાં રખડતાં ઢોર પર કડક કાર્યવાહીના પગલે જિલ્લામાં ઢોર છોડી દેવાયા છે. જેના લીધે રસ્તા પર ઠેર ઠેર ઢોર જોવા મળી રહ્યા છે. જિલ્લા પંચાયતના તમામ સદસ્યોને તેમના વિસ્તારમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે માટે રજૂઆત કરવા સૂચના અપાઇ છે. આગામી સંકલનની બેઠકમાં આ મુદ્દે રજૂઆત કરાશે.

સંકલનની બેઠકની રાહ જોવામાં કેટલાયનો ભોગ લેવાશે

વિપક્ષ કહે છે કે સંકલન બેઠકની રાહ જોઇને બેસી રહેવાનો સમય નથી. આ અંગે કલેકટર અને ડીડીઓને ત્વરિત પત્ર લખી કાર્યવાહી કરવા રજૂઆત કરવી જોઇએ.હકિકતમાં પ્રમુખને તેમના સદસ્યો ગાંઠતાં નથી.જેના લીધે આજે જિલ્લામાં ચોમાસામાં સ્થિતી કથળેલી જોવા મળી રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button