GUJARAT

Gujarat: શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલે મફતનો પગાર લેતા મુશ્કેલી વધી

  • તપાસના આદેશનો પત્ર સંદેશ ન્યૂઝના હાથે લાગ્યો
  • શિક્ષણ વિભાગના અગ્રસચિવને તપાસ કરવા આદેશ
  • દાહોદના બળવંતસિંહ ડાંગરે ACBમાં અરજી કરી

શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલની મુશ્કેલી વધી છે. જેમાં મફતનો પગાર લેતા ભીખા પટેલ સામે તપાસના આદેશ છે. CMOએ તપાસના આદેશ આપ્યા છે. જેમાં તપાસના આદેશનો પત્ર સંદેશ ન્યૂઝના હાથે લાગ્યો છે. શિક્ષણ વિભાગના અગ્રસચિવને તપાસ કરવા આદેશ છે. તેમજ ભીખા પટેલ વિરુદ્ધ ACBમાં અરજી થઇ છે. જેમાં ભીખા પટેલ ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ છે.

દાહોદના બળવંતસિંહ ડાંગરે ACBમાં અરજી કરી

દાહોદના બળવંતસિંહ ડાંગરે ACBમાં અરજી કરી છે. ફરજ પ્રત્યે અનિયમિતતા, નાણાકીય ઉચાપતને લઈ અરજી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ભણાવ્યા વગર નાણાં લીધા હોવાની ફરિયાદ છે. સામાન્ય શિક્ષક હોવા છતાં લક્ઝુરિયસ લાઈફનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ સંગઠનમાં અનેક ખોટા બિલો મૂકી નાણાની ઉચાપતનો ઉલ્લેખ છે. બળવતંસિંહ ડાંગરે ભીખા પટેલ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. સામાન્ય શિક્ષક હોવા છતાં દીકરીના ભવ્ય લગ્ન , પાટણમાં ભવ્ય બંગલો અને લક્ઝીરિયસ લાઈફનો પણ અરજીમાં ઉલ્લેખ છે.

વર્ષોથી મફતનો સરકારી પગાર લેતા ભીખા પટેલ વિરુદ્ધ તપાસના આદેશ

શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલની મુશ્કેલી વધી છે. જેમાં વર્ષોથી મફતનો સરકારી પગાર લેતા ભીખા પટેલ વિરુદ્ધ તપાસના આદેશ છે. 12 ઑગસ્ટે CMOએ તપાસના આદેશ આપ્યાનો લેટર સંદેશના હાથે લાગ્યો છે. જેમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવને તપાસ કરવા આદેશ આપ્યા છે. જેમાં ગુલ્લી બાજ શિક્ષકોમાં ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલ પણ સામેલ છે. પાંચ વર્ષ સુધી તેઓ શાળામાં ગયા ન હતા છતા તેમના પર કોઈ પગલાં ના લેવાયા તથા 2022માં CM સુધી ફરિયાદ કરાઈ છતાં તેમના પર પગલા લેવાયા નથી. સરકારે પગલાં લેવાના બદલે GCERTમાં ભીખા પટેલને નિમણૂક રિસોર્સ પર્સન તરીકે નિમણૂક આપી હતી. તેમજ મહિનાઓથી ગેરહાજર શિક્ષકો સામે કાર્યવાહી તો ભીખા પટેલ સામે કેમ નહીં તે મુદ્દો શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button