GUJARAT

સાયલામાં 3 ઈંચ, સુરેન્દ્રનગરમાં વરસાદી ઝાપટું

  • સુરેન્દ્રનગર શહેરમાં બુધવારે સાંજે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત
  • આગાહીને અનુરૂપ જિલ્લામાં બુધવારે બપોર બાદ વરસાદનું આગમન થયુ છે
  • 3 ઈંચથી વધુ વરસાદથી સાયલા શહેર પાણી પાણી થઈ ગયુ હતુ

સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં બુધવારે સાંજના 4થી 6ના સમયમાં 78 મીમી એટલે કે, 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. બીજી તરફ જિલ્લા મથક સુરેન્દ્રનગર શહેરમાં પણ મોડી સાંજે વરસાદનું આગમન થયુ છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 19 સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે. ત્યારે આગાહીને અનુરૂપ જિલ્લામાં બુધવારે બપોર બાદ વરસાદનું આગમન થયુ છે. જેમાં સાયલા પંથકમાં બુધવારે સાંજના 4થી 6 દરમીયાન 78 મીમી વરસાદ વરસ્યો હતો. 3 ઈંચથી વધુ વરસાદથી સાયલા શહેર પાણી પાણી થઈ ગયુ હતુ. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં પણ સાંજના 6 કલાક બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. જયારે 6-30 કલાક બાદ ગાજવીજ સાથે વરસાદનું ઝાપટુ આવ્યુ હતુ. વરસાદને લીધે વાતાવરણમ ઠંડક પ્રસરી હતી. અને આગાહી મુજબ ઝાલાવાડમાં સાર્વત્રીક વરસાદ આવે તેવી લોકોની અને ખાસ કરીને ખેડૂતોની લાગણી છે. વરસાદના વધુ એક સારા રાઉન્ડથી મુરઝાતી મોલાતને નવજીવન મળશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button