GUJARAT

સાયલા તાલુકામાં નકલી ખાતર પધરાવનારા કૌભાંડીઓ સામે 1માસ બાદ ફરિયાદ દાખલ

  • અંતે તંત્રએ કાર્યવાહી માટે આળસ મરડી !
  • લેબ તપાસમાં નકલી ખાતરનો પર્દાફાશ
  • ખેતીવાડી અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ

સાયલા તાલુકામાં ઓર્ગેનિકના નામે નકલી ખાતર પધરાવી જવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયાની ઘટના ઉજાગર થયા બાદ જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખાતર કંપનીના એજન્ટો દ્વારા નકલી ખાતર વેચાય કરાયાનો ઘટસ્ફેટ થયો હતો.

નકલી ખાતર બાબતે ખેડૂતો દ્વારા કરાયેલ લેખીત રજૂઆત બાદ પણ જિલ્લા કે સ્થાનિક તંત્રે શરૂઆતમાં જાગૃતતાના દર્શાવતા ખેડૂતોમાં આક્રોશ ફેલાઇ જવા સાથે કૌભાંડનો વિસ્તૃત અહેવાલ સંદેશ ન્યૂઝ ચેનલ, વર્તમાનપત્રમાં પ્રસારિત થતા તંત્ર હરકતમાં આવ્યું હતું. તંત્ર દ્વારા આ બાબતે ભોગ બનનાર ખેડૂતોની જમીન, ખાતરના નમૂના લઇ લેબોરેટરીમાં મોકલતા આ નકલી ખાતર હોવાનો પર્દાફાશ થયો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા એક મહિનાના લાંબા સમય બાદ આ બાબતે સાયલા પોલીસ સ્ટેશન માં ખાતર કંપની તેના એજન્ટો વિરુદ્ધ વિધિવત ગુનો દાખલ કર્યો હતો. જિલ્લા સ્તરેથી મળેલ સૂચનાને લઇ તાલુકા ખેતીવાડી અધિકારી મૌલિક શેખડા દ્વારા ચેમ્પિયન અગ્રો વડોદરા, તેનો ખાતર વેચવા આવેલ માણસ દિલીપ, નર્મદા એગ્રો સુરત તેમજ વડોદરા, નર્મદા એગ્રોના નામે ખાતર વેચવા આવેલ કરણસિંહ નામનો માણસ, યુનિટી એગ્રો-સરા,તા.મુળી પેઢીના ભાગીદાર રાજેશ જાદવ, મયુર ચાવડા તથા તપાસમાં ખૂલે તે તમામ વિરૂદ્ધ જિલ્લામાં વિવિધ ગામોના ખેડૂતો સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી બિન પ્રમાણિત નકલી ખાતર આપવા બાબતે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. નકલી ખાતર કૌભાંડના પર્દાફાશ બાદ જાગેલા તંત્રએ નકલખોરો વિરુદ્ધ કરેલી ફરિયાદમાં ગુનેગારો સામે ખરેખર કાર્યવાહી કરાશે કે નહીં તે તો આવનારો સમય જ કહી શકે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button