ENTERTAINMENT

તારક મહેતાના ‘સોઢી’ની ખુલી પોલ, મેકર્સ સાથે ઝઘડા અને 4 મહિનાની નોટિસ…

  • ગુરુચરણ સિંહે અસિત મોદી પર આરોપો લગાવ્યા
  • ગુરુચરણ સિંહને 4 મહિનાની નોટિસ આપવામાં આવી હતી: સુત્ર
  • સેટ પર ગુરુચરણના મેકર્સ સાથે ઘણીવાર ઝઘડા થતા હતા

ટીવી એક્ટર ગુરચરણ સિંહ આ દિવસોમાં ચર્ચામાં છે. અભિનેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયો હતો. હવે હાલમાં જ અભિનેતાએ દાવો કર્યો છે કે અસિત મોદીએ તેમને જાણ કર્યા વિના શોમાંથી બહાર કાઢી નાખ્યો હતો. હવે ગુરુચરણ સિંહના આ દાવાની સત્યતા સામે આવી છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન ગુરુચરણ સિંહે અસિત મોદી પર અભિનેતાને જાણ કર્યા વિના અચાનક શોમાંથી બહાર ફેંકી દેવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે એક દિવસ તે તેના પરિવારના સભ્યો સાથે શો જોઈ રહ્યો હતો જ્યારે તેને ખબર પડી કે તેને શોમાંથી બદલવામાં આવ્યો છે. પરંતુ હવે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ગુરુચરણને 4 મહિનાની નોટિસ આપી

સૂત્રએ જણાવ્યું કે તારક મહેતા શો છોડતા પહેલા ગુરુચરણ સિંહને 4 મહિનાની નોટિસ આપવામાં આવી હતી. ગુરુચરણ સિંહ તેમના કામમાં ખૂબ જ બિનવ્યાવસાયિક રહ્યા છે. સેટ પર તેના મેકર્સ સાથે ઘણીવાર ઝઘડા થતા હતા. જે બાદ તેણે શો છોડી દીધો હતો અને તેને 4 મહિનાની નોટિસ આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, જ્યારે ગુરચરણ અને અસિત મોદી હાલમાં મળ્યા ત્યારે અભિનેતાએ અસિત મોદીને કહ્યું કે તે શોમાં પાછા આવવા માંગે છે. આવી સ્થિતિમાં તેણે તારક મહેતામાં રોશન સોઢીની ભૂમિકા ભજવી રહેલા બલવિંદર સિંહ સૂરીને હટાવવાની માંગ કરી હતી. સાથે જ બલવિંદર સિંહ પુરીનો કોન્ટ્રાક્ટ પણ ખતમ કરવાની વાત થઈ હતી પરંતુ અસિત મોદીએ આમ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે ગુરુચરણ સિંહ શરૂઆતથી જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિસ્સો છે. પરંતુ વર્ષ 2012માં તેણે અચાનક શો છોડી દીધો હતો. ત્યાર બાદ ફેન્સની માંગ પર તેમને શોમાં પાછો બોલાવવામાં આવ્યો હતો. વર્ષ 2020માં ગુરુચરણ સિંહે શોને હંમેશ માટે અલવિદા કહી દીધું હતું. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button