BUSINESS

SBI:બેંકે વ્યાજદર વધારતા તમારા EMI પર હવે આવી અસર થશે, સમજો ગણિત

  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એમસીએલઆરના દરોમાં વધારો કર્યો
  • હોમ લોન, કાર લોન અને શિક્ષણ લોનના હપ્તા પણ વધુ ચુકવવા પડશે
  • એસબીઆઈ પહેલા ઘણી બેંકોએ પોતાના MCLRમાં બદલાવ કર્યો 

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એમસીએલઆરના દરોમાં વધારો કર્યો છે. MCLR 8.85%થી વધારી 8.95% થયો છે. નવા દરો 15 ઓગસ્ટ 2024થી લાગુ થઈ ગયા છે. એમસીએલઆરમાં વધારો થવાથી હવે બેંક લોન લેવી મોંઘી પડશે. એટલું જ નહિ હવે હોમ લોન, કાર લોન અને શિક્ષણ લોનના હપ્તા પણ વધુ ચુકવવા પડશે. આનાથી ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર થશે.

અહીં સમજો ગણિત

માની લો કે તમે 10 લાખ રૂપિયાની લોન લેવાના છો, જેનો સમયગાળો 10 વર્ષ એટલે કે, 120 મહિના છે અને સ્પ્રેડ એક ટકા છે. આપણે બે સ્થિતિઓમાં ઈએમઆઈની ગણતરી કરીશું. પ્રથમ એમસીએલઆર 8.85 ટકા પર અને બીજું એમસીએલઆર 8.95 ટકા પર પછી જોઈએ કે શું અસર થશે.

એમસીએલઆર 8.85 ટકા વ્યાજ દર 9.85 ટકા

સ્પ્રેડ એક ટકા લોન સ્પ્રેડ વધારાના વ્યાજ હોય છે જે એમસીએલઆર દરને જોડાય છે

કુલ વ્યાજ દર 8.85% + 1% = 9.85%

માસિક વ્યાજ દર 9.85% / 12 = 0.008208

એમસીએલઆર 8.95 ટકા

એમસીએલઆર – 9.95 ટકા

સ્પ્રેડ – 1 ટકા

કુલ વ્યાજ દર 9.95 ટકા + 1% = 9.95 ટકા

માસિક વ્યાજ દર 8.95% + 1% = 9.95%

આની પર ઈએમઆઈ ગણતરી કરતા એમસીએલઆર 8.85 ટકા ઈએમઆઈ 13,318 રૂપિયાની ચુકવણી કરવી પડશે. એમસીએલઆર 8.85 ટકાથી 8.95 ટકા વધતા તમારા ઈએમઆઈમાં આશરે 91 રૂપિયાનો તફાવત થશે. આ રીતે 0.10 ટકાની વૃદ્ધિએ એમસીએલઆર પર તમારા ઈએમઆઈને પ્રભાવિત કરે છે અને તમારે દરેક મહિના વધુ ચુકવવા પડશે.

આ બેંકોએ પણ વ્યાજ વધાર્યું

એસબીઆઈ દ્વારા MCLRમાં વધારાથી પહેલા ઘણી બેંકો પોતાના MCLRમાં બદલાવ કરી ચુક્યા છે, અને આના નવા દરો પણ આ મહિનેથી લાગુ થઈ ચુક્યા છે. જો આ યાદીમાં સામેલ બેંકોની વાત કરીએ તો બેંક ઓફ બડોદા, કેનરા બેંક અને યુકો બેંક સામેલ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button