GUJARAT

Ahmedabad Crime News: અમદાવાદમાં ચોરે 10થી વધુ મેડિકલ સ્ટોરમાં ચોરીને આપ્યો અંજામ

  • અમદાવાદ શહેર પોલીસે એક અનોખા ચોરને પકડ્યો
  • માત્ર મેડિકલ સ્ટોરમાંથી જ ચોરી કરતો હતો આ ચોર
  • 10 થી વધુ મેડિકલ સ્ટોરમાં ચોરીને અંજામ આપ્યો

અમદાવાદ શહેર પોલીસે એક અનોખા ચોરને ધરપકડ કરે છે આ ચોર કોઈ દુકાન કે ઘરમાં નહીં પરંતુ મેડિકલ સ્ટોરમાં જ ચોરી કરતો હતો. આરોપીએ અત્યાર સુધી અમદાવાદ શહેરના 10 થી વધુ મેડિકલ સ્ટોરમાં ચોરીને અંજામ આપી ચૂક્યો છે.. આ ચોર મેડિકલ સ્ટોરમાં જ ચોરી કરતો હતો.

આરોપીએ ચોરી કરી હોવાની કબૂલાત કરી

પોલીસની ગીરફતમાં રહેલ આ આરોપી યોગેશ પઢિયાર છે. આરોપી યોગેશ અને વોન્ટેડ આરોપી કે.કે.લુહાર ભેગા મળીને ફક્ત શહેરના મેડિકલ સ્ટોરને ટાર્ગેટ કરીને ચોરી ને અંજામ આપતા હતા. ઝોન -1 LCB સ્કોર્ડ અને ઘાટલોડીયા પોલીસને એક માહિતી મળી હતી જેના આધારે આરોપી યોગેશ પઢિયારની કાલુપુરથી ધરપકડ કરી તેની પાસે રહેલ એક ગાડી ,એક મોબાઈલ ફોન અને રોકડ 8500 રૂપિયા કબજે કર્યા છે. આરોપી યોગેશની પૂછપરછ કરતા તેણે શહેરના 8 જેટલા મેડિકલ સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.જેમાં નવરંગપુરા, વેજલપુર, નારણપુરા, રામોલ,ઘાટલોડીયા સહિતના વિસ્તારોમાં મેડિકલ સ્ટોરમા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

આરોપી કાલુપુરના ગેસ્ટ હાઉસમાં રહેતો હતો

પકડાયેલ આરોપી યોગેશ પઢિયાર મૂળ પાલનપુરનો અને કાલુપુરના ગેસ્ટ હાઉસમાં રહેતો હતો..આરોપી યોગેશે નર્સિંગનો અભ્યાસ કરેલ છે..જેથી આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે મેડિકલ સ્ટોરમાં દરરોજનાં રોકડા નાણાનો વ્યવહાર હોવાથી વધુ રોકડા રૂપિયા મળી રહેતા હતા..આ સાથે જ મોટાભાગના મેડિકલ સ્ટોરમાં સિક્યુરિટી કે ચોકીદાર પણ રાખવામાં આવતા નથી જેને કારણે મેડિકલ સ્ટોરને ટાર્ગેટ કરવાનું સરળ રહેતું હતું.

સીસીટીવીનું ડીવીઆર પણ ચોરી ગયા

આરોપી યોગેશ અને વોન્ટેડ આરોપી કે.કે.લુહાર બન્ને અલગ અલગ વિસ્તારમાં દિવસ રાત મેડિકલ સ્ટોરની રેકી કરતા હતા. જે મેડિકલ સ્ટોર પર વધારે ઘરાકી રહેતી હોય તેવા મેડિકલ સ્ટોરમાં જઇને બંને આરોપીઓ ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓ એટલા શાતિર હતા કે ચોરી કર્યા બાદ આરોપીઓ મેડિકલ સ્ટોરમાં રહેલા સીસીટીવીનું ડીવીઆર પણ ચોરી કરીને લઈ જતા હતા જેથી કરીને પોલીસને કોઈ પુરાવો ન મળી શકે. જોકે બંને આરોપીઓ જે કારમાં ચોરી કરવા જતા હતા તે કાર પરથી ઝોન 1 એલસીબી સ્કવોડે આ ગુનાનો ભેદ ઉકેલ એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે વધુ એક આરોપી હાલ આ ગુનામાં વોન્ટેડ છે.

આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા

પકડાયેલ આરોપી એ બે મહિનામાં 8 જેટલી મેડિકલ સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે..જો કે અગાઉ આરોપી યોગેશ વિરુદ્ધ 10 જેટલા ઘરફોડ ચોરીનાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ગુનાનો માસ્ટર માઇન્ડ આરોપી કે.કે લુહાર વોન્ટેડ છે જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે..


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button