GUJARAT

Gujarat: રાજ્યમાં જાણો કેમ વધી રહ્યું છે ગરમીનું પ્રમાણ

  • અમદાવાદમાં સૌથી વધુ 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ઓગસ્ટમાં તાપમાન 32થી 33 ડિગ્રી હોવું જોઈએ
  • વાતાવરણમાં ભેજ વધતા વાદળનું પ્રમાણ ખૂબ ઘટ્યું

રાજ્યમાં વરસાદના વિરામને લઈ ગરમીમાં વધારો થયો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઓગસ્ટમાં તાપમાન 32થી 33 ડિગ્રી હોવું જોઈએ. તેમજ વાતાવરણમાં ભેજ વધતા વાદળનું પ્રમાણ ખૂબ ઘટ્યું છે. જેમાં નવી વરસાદી સિસ્ટમ બને તો ગરમી ઘટવાની શક્યતા છે.

ગઈકાલે અમદાવાદમાં સૌથી વધુ 36.1 ડિગ્રી તાપમાન નોંધાયુ

રાજ્યમાં વરસાદના વિરામના કારણે ગરમીમાં વધારો થયો છે. ગઈકાલે અમદાવાદમાં સૌથી વધુ 36.1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ ઓગસ્ટ મહિનામાં તાપમાન 32 થી 33 ડિગ્રી આસપાસ હોવું જોઈએ. તેમાં વરસાદની બે સિસ્ટમો વચ્ચે લાંબા સમયનો વિરામ હોવાથી ગરમીમાં વધારો થઇ રહ્યો છે. તથા વાતાવરણમાં ભેજ વધતા વાદળનું પ્રમાણ ખુબ ઘટ્યુ છે. જો નવી વરસાદી સિસ્ટમ બનશે તો જ ગરમીમાં ઘટાડો થશે. જેમાં આજે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

ખેડૂતો પણ વાવણી કરીને વરસાદ ના થતા મૂંજવણમાં મુકાયા

છેલ્લા ચોવિસ કલાકમાં મહત્તમ તાપમાન અને ભેજના પ્રમાણમાં વધારો નોંધાયો છે. ગત તારીખ 12 ઓગષ્ટે મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી નોંધાયુ હતું. તે પણ અત્રે ઉલ્લેખનીય છે. છેલ્લા આઠ દિવસમાં મહત્તમ તાપમાનમાં 4.2 ડિગ્રીનો વધારો થયો છે. હાલ મહત્તમ તાપમાન અને ભેજનુ પ્રમાણ વધતા લોકોને ગરમી તેમજ બફારાનો અનુભવ થઈ રહ્યો છે. હાલ ખેડૂત સહિતના લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ સારો વરસાદ નહીં પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને વરસાદ પડે તો સારુ તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. તેમજ ખેડૂતો પણ વાવણી કરીને વરસાદ ના થતા મૂંજવણમાં મુકાયા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button