- ઇમ્તિયાઝે એક પરિપક્વ અભિનેત્રીને કાસ્ટ કરવા ઐશ્વર્યાનું નામ વિચાર્યું હતું
- 2014માં રિલીઝ થયેલી ફ્લ્મિ ‘હાઈવે’ આલિયાના કરિયરની બીજી ફ્લ્મિ હતી
- અલીએ કહ્યું, હું ઈચ્છું છું કે 30 વર્ષથી વધુ ઉંમરની છોકરી વીરાનું પાત્ર ભજવે
ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીએ હાલમાં જ પોતાની ફ્લ્મિ ‘હાઈવે’ને લઈને એક ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે આ ફ્લ્મિમાં વીરાના રોલ માટે આલિયા ભટ્ટ તેની પહેલી પસંદ નહોતી.
જો કે, દિગ્દર્શકે આ ભૂમિકા માટે ક્યારેય અન્ય કોઈ એક્ટ્રેસનો સંપર્ક કર્યો નથી. ઈન્ટરવ્યૂમાં ઈમ્તિયાઝે કહ્યું હતું કે, તે આ રોલ માટે કોઈ પરિપક્વ અભિનેત્રીને કાસ્ટ કરવા ઈચ્છતો હતો અને આ માટે તે ઐશ્વર્યા રાયના નામ પર વિચાર કરી રહ્યો હતો. જોકે, તેણે આ રોલ માટે ક્યારેય ઐશ્વર્યાનો સંપર્ક કર્યો નથી. અલીએ કહ્યું, હું ઈચ્છું છું કે 30 વર્ષથી વધુ ઉંમરની છોકરી વીરાનું પાત્ર ભજવે. હું એવી અભિનેત્રીને કાસ્ટ કરવા માંગતો હતો જેને જીવનનો થોડો અનુભવ હોય. પરંતુ આલિયાને મળ્યા પછી, અમે ભાવનાત્મક ઊંડાણ અને પરિપક્વતા શોધી રહ્યા હતા, ઉંમર નહીં, અને તે કોઈપણ ઉંમરે મળી શકે છે. 2014માં રિલીઝ થયેલી ફ્લ્મિ ‘હાઈવે’ આલિયાના કરિયરની બીજી ફ્લ્મિ હતી. આ માટે તેને શ્રોષ્ઠ અભિનેત્રી વિવેચકનો ફ્લ્મિફેર એવોર્ડ મળ્યો હતો. વર્ક ફ્રન્ટ પર ઇમ્તિયાઝની છેલ્લી ફ્લ્મિ અમર સિંહ ચમકીલા’ છે જે તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.
Source link