GUJARAT

Ahmedabad શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની થઈ શરૂઆત

  • સોલા, એસજી હાઇવે, થલતેજમાં વરસાદ
  • અમદાવાદના પશ્ચિમ વિસ્તાર વરસાદી ઝાપટા
  • ચાંદલોડિયા, ઘાટલોડિયા, રાણીપમાં વરસાદ

અમદાવાદ શહેરમા અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે.શહેરના સોલા,એસજી હાઈવે,થલતેજ,ચાંદલોડિયા,ઘાટલોડિયા,રાણીપ,ભૂંયગદેવ વિસ્તારમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે,હવામાન વિભાગની આગાહી મૂજબ વરસાદ પડી રહ્યો છે,હવામાન વિભાગે આગાહી કરી છે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે,ગઈકાલે બપોરે પણ શહેરમાં સારો વરસાદ વરસ્યો હતો,આજે સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ પડવાની શરૂઆત થઈ છે,અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડયો છે,જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે.છેલ્લા એક અઠવાડીયાથી અમદાવાદ શહેરમાં વરસાદ હાથતાળી આપી રહ્યો હતો,તેની વચ્ચે વરસાદ થતા શહેરીજનોમાં પણ ખુશી જોવા મળી છે.

શું કહે છે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મૂજબ વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે,ગઈકાલ સાંજથી સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.ગુજરાતમાં અચાનક વરસાદે હાથતાળી આપતા લોકો ચિંતામાં મૂકયા હતા કે વરસાદ નહી આવે પરંતું વરસાદની સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

અરબ સાગરની સિસ્ટમ મજબૂત થશે

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં હાળવો વરસાદ પડશે. તેમજ 24થી 27 ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારો માટે આફત લઈને આવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 10 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. તેમજ આગામી આગામી 26 ઓગસ્ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button